મોરબી શહેર તેમજ જિલ્લાના કેટલાક શખ્સો જરૂરિયાતમંદ લોકોને નાણા ધીરીને ગેરકાયદેસર રીતે અનેક ગણું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેને લઈ ગેરકાયદેસર રીતે ચાલતી વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માટે મોરબી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત થઈ છે, અને એક જ દિવસમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અંનુસાર, પ્રથમ ફરિયાદમાં .મોરબીમાં પંચાસર રોડ પર આવેલ ધર્મસીધ્ધી સોસાયટીમાં રહેતા અને લેથકામનો ધંધો કરતા પ્રદીપભાઇ કેશવજીભાઇ પરમાર નામના શખ્સે મોરબીના શકિતસિંહ ઝાલા, ભાવેશભાઇ સતવારા, દર્શનભાઇ સતવારા અને મયુરભાઇ આહીર પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી મૃત્યુના ભયમા મુકી શકિતસિંહ ઝાલા, ભાવેશભાઇ સતવારા, દર્શનભાઇ સતવારાએ ઢીકાપાટુનો મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તમામ ચારેય આરોપીઓની અટકાયત કરી હતી. જયારે અન્ય ફરિયાદ પણ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી માતૃકૃપા મકાનમાં રહેતા અને મૂળ ધ્રાંગધ્રાના વેપારી મહાવીરભાઇ નરેન્દ્રકુમાર વૈષ્ણવે અલગ અલગ સમયે આરોપી માળીયા મી.ના દેવગઢ ગમે રહેતા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા પાસેથી રૂપીયા-૧૪,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૨૦,૬૯,૫૦૦/- ચુકતે કરી દીધેલ હોવા છતા આરોપીએ ફરીયાદી પાસે મુડી વ્યાજ સહીત રૂપીયા-૩૨,૦૦,૦૦૦/-બળજબરીથી કઢાવી લેવા મોત નિપજાવાવના ભયમા મુકી બળજબરીથી નોટરી વકીલ સમક્ષ ખોટુ લખાણ કરાવી લઇ બે કોરા ચેક લઇ લઇ રૂપીયા કઢાવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂબરૂ બીભત્સ ગાળો આપી તેમજ બાકીની વ્યાજની રકમ આપ નહિ તો મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કઢાવી લેવાની કોશીષ કરતા ફરિયાદ નોંધાઈ હતી.
બીજી બાજુ, મોરબીનાં કામધુન પાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ ફલેટનં.૪૦૪ માં રહેતી મણીબેન ચંદુભાઇ લાલવાણી નામની મહિલાના દીકરા ભાવેશભાઇએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકવતા હોવા છતા મોરબીના શકિતપ્લોટમાં રહેતા મહેશભાઇ ચેતનદાસ અમલાણી, કાયાજી પ્લોટમાં રહેતા સલીમભાઇ દિમહંમદભાઇ બગથરીયા તથા મોરબીના કામધેનુ પાર્ટીપ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઇ વસંતતભાઇ પોપટ નામના આરોપીઓએ ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી ચેકો મેળવી નોટરી લખાણ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.