Monday, November 25, 2024
HomeGujaratમોરબી પોલીસે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઈંજેક્શન રેકેટ પકડી પાડ્યું : છ નરાધમોની...

મોરબી પોલીસે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઈંજેક્શન રેકેટ પકડી પાડ્યું : છ નરાધમોની ધરપકડ

કુલ રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે છ ઇસમોને પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

હાલમાં ચાલતી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી રેમડેસીવીર ઈંજેક્શનની અછતના કારણે અમુક ઇસમો ઇન્જેકશનોનુ ડુપ્લીકેશન તથા બ્લેકમાર્કેટીંગ કરી વેચાણ કરતા હોવાની આમ જનતામાંથી ફરીયાદો મળતી હોય આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના સંદિપસિંહએ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાને આ બાબતે મોરબી જિલ્લામાં કડક અને અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીઆઈ વી.બી.જાડેજા તથા સ્ટાફના માણસો ઉપરોકત કાર્યવાહી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને બાતમીરાહે હકિકત મળેલ કે, મોરબી શકિત ચેમ્બર-૦૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૦૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસ/દુકાન વાળો રાહુલ લુવાણા તેના સાગરીતો સાથે મળી ભેળસેળયુકત નકલી રેમડેસીવીર ઈંજેક્શનનો જથ્થો રાખી કોરોના સંક્રમીત દર્દીઓ તથા તેના સગા વ્હાલાઓ સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઉંચા ભાવે ઇન્જેકશનોનું વેચાણ કરતા રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી/લુવાણા (રહે બન્ને મોરબી) વાળાઓને કુલ-૪૧ નંગ રેમડેસીવીર ઈંજેક્શન કી.રૂ. ૧,૯૬,૮૦૦/- તથા ઇન્જેકશનોના વેચાણના રોકડા રૂપીયા ૨,૧૫,૮૦૦/- સહીત ના જથ્થા સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે ઇ.પી.કો.કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩, વિ. મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ

ઉપરોકત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઇન્જેકશનો કયાંથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા આશીફભાઇ રહે. જુહાપુરા, અમદાવાદ વાળા પાસેથી સદરહુ ઇન્જેકશનો જથ્થો લાવેલાની હકીકત જણાવતા હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૧૧૭૦ (કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/-) તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ ઇન્જેકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનું જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇન્જેકશનના વધુ જથ્થા અંગે કાર્યવાહી કરવા રોકી રાખવામાં આવેલ હતી જે પૈકી સુરત ખાતે ગયેલ પોલીસ ટીમે કૌશલ વોરાની તપાસ કરતા હકિકત મળેલ કે, કૌશલ વોરાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખી ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેક્શન બનાવવાનું કામ કરતો હોય જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ મેળવી રેઇડ કરતા આ ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા રહેઅડાજણ, સુરત તથા તેનો ભાગીદાર પુનિત ગુણવ તલાલ શાહ રહે. મુંબઇ થાણવાળાઓ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેક્શન બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઇન્જેકશનો બનાવતા અન્ય પાંચ ઇસમો સાથે ઝડપાઇ જવા પામેલ હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૧૬૦ (કી.રૂ. ૭,૬૮,૦૦૦/-) તથા ઇન્જેકશનો વેચાણના રોકડા રૂપીયા રૂપીયા ૭૪,૭૦,૦૦૦/- , લેપટોપ નંગ-૦૧ (કી.રૂ. ૧,૭૫,૦૦૦/-), ડીજીટલવજન કાંટા, કીમ્પીન મશીન, રેમડેસીવીર ઈંજેક્શનના સ્ટીકરો નંગ-૩૦,૦૦૦, ખાલી બોટલો, બોટલ બુચ તથા ઇનોવા કાર વિગેરે સાથે મળી આવેલ છે. તેમજ તેઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્લા પામેલ છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસીવીર ઈંજેક્શનના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કાર સીરાજખાન ઉર્ફે રાજુ પઠાણ વાળો રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૨,૦૦૦/ (કી.રૂ. ૯૬,૦૦,૦૦૦/-) નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે તેમજ ઉપરોકત રેઇડ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. થયેલ હોય જે ગુનાની તપાસ હાલ જે.એમ.આલ પો.ઇન્સ. એસ.ઓ.જી.મોરબીનાઓ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ :

(૧) રાહુલ અશ્વિનભાઇ કોટેચા/લુવાણા (રહે રવાપરગામ, ઘુનડારોડ ૪૦૨ લોટસ-૦૨ તા. જી. મોરબી)

(૨) રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી/લુવાણા (રહે મોરબી નવલખીરોડ, સેન્ટમેરી સ્કૂલ પાસે)

(૩) મહમદ આશીમ ઉર્ફે મહમદઆશીફ સ./ઓ. મહમદઅબ્બાસભાઇ પટણી (રહે, અમદાવાદ જુહાપુરા)

(૪) રમીઝભાઇ સૈયદહુશેન કાદરી (રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સોસાયટી)

(૫) કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા/જૈન (રહે, સુરત ૨૧૬ ગ્રીન ઓડીના આનંદમહેલ રોડ અડાજણ)

(૬) પુનિતભાઇ ગુણવંતલાલ શાફ્જૈન (રહે. મુંબઇ બી/૦૧ પુનમ કલસ્ટ૦૧ બાલાજી હોટલ પાસે)

પકડવાના બાકી આરોપીઓના નામ :

(૧) સીરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ (રહે. કતારગામ સુરત)

(૨) કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતી (રહે. ભરૂચ મચ્છીવાડ શુકલતીર્થ)

 

પકડાયેલ મુદામાલની વિગત

૧.) ભેળસેળયુકત નકલી રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૩૩૭૧ કી.રૂ. ૧,૬૧,૮૦,૮૦૦/

૨.) ઇન્જેકશન વેચાણના રોકડા રૂપીયા-૯૦,૨૭,૫૦૦/

૩.) મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૧,૫૦,૦૦૦/

૪.) ખાલી શીશીઓ (વાયલ) નંગ-૬૩,૧૩૮ કી.રૂ. ૭,૫૭,૬૫૬૮

૫.) શીશીઓને મારવાના બુચ નં-૬૩,૧૩૮/- કી.રૂ. ૧,૮૯,૪૧૪/

૬.) એપલ કંપનીનુ લેપટોપ નંગ-૧ કી.રૂ. ૧,૭૫,૦૦૦/

૭.) ગ્લુકોઝ પાવડર બેગ નંગ-૪૦ કી.રૂ.૮,૦૦૦/

૮.) રેમડેસીવીર ઈંજેક્શન લખેલ સ્ટીકના પાના નંગ-૨૬૨ કી.રૂ. ૭૮,૬૦૦/

૯.) વજન કાંટા નંગ-૦૪ કી.રૂ. 3500/

૧૦.) ઇનોવા કાર કી.રૂ. ૮,૦૦,૦૦૦/

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, આર.પી.જાડેજા પો.સ.ઇ. વાંકાનેર તાલુકા પોસ્ટે., એલ.સી.બી.મોરબીના ASI રજનીકાંત કૈલા સંજયભાઇ પટેલ, HC સંજયભાઇ મૈયડ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, મયુરસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઇ વામજા દશરથસિંહ ચાવડા, PC ભગીરથસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, નંદલાલ વરમોરા, ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ કુંગસીયા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

કામગીરીમાં મદદ કરનાર અધિકારી/કર્મચારીઓ :

એ.સી.પી., જયેશ ચાવડા પો.ઇન્સ., એ.પી.જેબલીયા પો.સબ.ઇન્સ. ક્રાઇમ અમદાવાદ શહેર, આર.આર.સરવૈયા એ.સી.પી., આર.જે.ચૌધરી પો.સબ.ઇન્સ. ક્રાઇમ સુરત તથા તેઓ બન્નેની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!