મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર તેમજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં તીનપત્તી, વર્લી ફીચર્સ તથા નોટ નંબરનો જુગાર રમતા અલગ અલગ ચાર સ્થળોએ રેઇડ કરી કુલ ૭ જુગરીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં પ્રથમ પોલીસની રેઇડની મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકા બસ સ્ટેન્ડ નજીક વર્લીમટકાના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ રફીકભાઇ હસનભાઇ કટીયા ઉવ.૩૦ રહે.હાલ મોરબી-૨ કાન્તીનગરવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી રોકડા રૂ.૪૧૦/- કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડાની મળતી માહિતી પ્રમાણે તાલુકા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે જુના ઘુટુ રોડ ઉપર ડેકો ગોલ્ડ સીરામીક નજીક રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા સુનીલભાઈ રતિભાઈ રાઠોડ ઉવ-૨૭ રહે.ઇન્દિરાનગર, નાથાભાઇ બહાદુરભાઇ થરેશા ઉવ-૨૬ રહે.ઇન્દીરાનગર ખોડીયાર સોસાયટી મોરબી તથા ગાંડુભાઇ નારણભાઇ ટીડાણી ઉવ-૨૭ રહે.ભરવાડ સમાજની વાડી પાસે ત્રાજપર મોરબીને રોકડા રૂપિયા ૧૦,૧૦૦/- સાથે પકડી લઈ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ પાછળ જાહેરમાં અલગ અલગ ચીઠ્ઠીઓમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા વિમલભાઇ વલ્લભદાસ વાગડીયા ઉવ.૪૬ રહે-ભવાની ચોક મોરબીવાળાને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઈ તેની પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૨,૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જુગારના ચોથા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માટેલ રોડ ઉપર દ્વારિકાધીશ હોટલ નજીક જુદી જુદી ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા અર્જુનભાઇ રાજુભાઇ સોલંકી ઉવ.૨૬ રહે.હુડકો ચોકડી આશાપુરા શેરી નં.૧૬ રાજકોટ તથા દશરથભાઇ તલાભાઇ સનોરા ઉવ.૨૬ રહે.સુરેલ તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળાને રોકડા રૂ.૬૦૦/-સાથે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.