મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-બીએલ-૬૮૧૩ વાળા બાઇકમાં વિદેશી દારૂની બોટલ વેચાણ અર્થે નીકળેલ આરોપી પ્રતિકભાઈ દિલીપભાઈ સોનગ્રા ઉવ.૩૨ રહે.જેલ રોડ વાઘપરાના નાકે વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ પરષોત્તમ ચોકમાં રહેતા બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા, પોલીસે સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.