Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી પોલીસે વાકાનેરનાં ભાયાતી જાંબુડિયા નજીક ફેક્ટરી માંથી MD ડ્રગ્સ સાથે રાજસ્થાની...

મોરબી પોલીસે વાકાનેરનાં ભાયાતી જાંબુડિયા નજીક ફેક્ટરી માંથી MD ડ્રગ્સ સાથે રાજસ્થાની ઇસમને પકડી પાડયો

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર ખાસ ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા બે વર્ષ માં પકડવામાં આવ્યું છે જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી ની સુચનાથી ડીવાયએસપી પી એ ઝાલા નાં માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી એમ ઢોલ ની ટીમ દ્વારા ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની ઇસમને બાતમીના આધારે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ની બદી ફેલાતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલસીબી ટીમનાં નંદલાલ વરમોરા અને સુરેશભાઈ હુંબલ ને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાન નાં બાડમેર જીલ્લાનો વતની અને હાલ વાકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં રહી કામ કરતા ઓમપ્રકાશ હનુમંતરામ જાટ વેચાણ માટે એમડી ડ્રગ્સ નો જથ્થો માગવી ને રાખેલ છે જેના આધારે મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ,પીએસઆઈ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન એચ ચુડાસમા , પીએસઆઇ, એ. ડી.જાડેજા સહિતની ટીમ અને એલસીબી નાં અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા આં કંપની પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાજસ્થાન નાં બાડમેર નો વતની ઓમપ્રકાશ હનુમંતરામ જાટ પાસેથી 13.62 લાખની કિંમતનો 136.20 ગ્રામ MD ડ્રગ્સ નો જથ્થો તપાસ કરતા મળી આવ્યો હતો તેમજ ૫૦૫૦૦ રોકડ રકમ અને બે વજન કાંટા જેની કી. રૂ.૧૦૦૦ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૪,૧૮,૫૦૦નો મુદામાલ કબ્જે કરાયો છે. અને આ જથ્થો બાડમેરથી વાંકાનેર ની આદિત્યરાજ ફેક્ટરીઝ માં વેચાણ માટે લઇ આવ્યો હોવામી આરોપીએ પ્રાથમિક પૂછપરછ માં ચોકાવનારી કબૂલાત આપી હતી ત્યારે આં જથ્થો કોની પાસે થી લઇ આવ્યો હતો ? મોરબી જીલ્લાના કોને કોને સપ્લાય કરવાનો હતો ? છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં MD ડ્રગ્સ નો કાળો કારોબાર ચાલે છે ? મોરબીના કોઈ વ્યક્તિની સંડોવણી આં ગુનામાં છે કે કેમ ? વગેરે તપાસ મોરબી એલસીબી અને એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા સહિતની ટીમ દ્વારા આગળની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!