Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી પોલીસનો જડબેસલાક નાઈટ કરફ્યુ : જુદા જુદા પોલીસ મથકમાં કુલ 100...

મોરબી પોલીસનો જડબેસલાક નાઈટ કરફ્યુ : જુદા જુદા પોલીસ મથકમાં કુલ 100 થી વધુ પકડાયા

મોરબીમાં કોરોના કહેર યથાવત છે ત્યારે રોજ અનેક લોકોના મોત થાય છે અને અનેક લોકો હજુ પણ મોત સાથે ઝઝૂમી રહ્યા છે આ સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મોરબીની મુલાકાત દરમ્યાન પોલીસને કરફ્યુ ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામ કરવા સૂચના આપી છે ત્યારે રેન્જ આઈજી સંદીપ સિંહ અને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી પોલીસે કામગીરી હાથ ધરી છે.ત્યારે મોરબીમાં આવા કપરા સમયે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે મોરબી પોલીસની કામગિરી કાબીલેદાદ કામગીરી કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેર એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસ,મોરબી તાલુકા પોલીસ,માળીયા મી.પોલીસ,વાંકાનેર શહેર પોલીસ,ટંકારા પોલીસ દ્વારા લોકોને નાઈટ કરફ્યુનું પાલન કરવા તેમજ પ્રથમ માસ્ક વિતરણ કરી સમજવાના અથાગ પ્રયત્નો કર્યા હતા પરન્તુ “લાતો કે ભૂત બાતો સે નહિ માનતે” આ ઉક્તિ મુજબ અનેક નિશાચરો આવા કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા જેમાં રાતે ફરતા આવારા ઈસમો ને રોકતા જાણે સાવજને રોકી લીધો હોય તેમ ભુરકાટા નાખતા પણ જાહેરમાં જોવા મળ્યા હતા જો કે આવા વિડીયો પણ બજારમાં જાગૃત નાગરિકોએ ફરતા કરી પોલીસ સાથે જાહેરમાં અશિસ્ત આચરતા તત્વો સામે પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામયુ છે.

જેમાં એ ડિવિઝન ઈન્ચાર્જ પીઆઈ જે એમ આલ, બી ડિવિઝન પીઆઈ વિરલ પટેલ,મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયા,વાંકાનેર શહેર પીઆઈ એચ.એમ.રાઠોડ,હળવદ પીઆઈ ,માળીયા મી.પીએસઆઇ નરેન્દ્રસિંહ ચુડાસમા, ટંકારા પીએસઆઇ બી ડી પરમાર સહિતની ટીમે આજ સુધીમાં કફર્યુનું પાલન ન કરતા અને ખોટા વાહિયાત બાહાના હેઠળ રખડતા ૧૨૦ થી વધુ નિશાચરો સામે કાર્યવાહી કરી હતી અને ૪૨,૦૦૦ નો રોકડ દંડ પણ વસુલ્યો હતો જેમાં પોલીસે ૧૨૦ થી વધુ ઈસમો સામે કાયદાની કલમ 188 ,269,270,185,207 અને પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી અને મહામારીમાં લોકોના જીવની પણ કિંમત ન કરતા અને મોરબીની આવી સ્થિતિમાં પ્રજા અને તંત્રને સાથ આપવાના બદલે મોજ મજા કરી રખડતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી જો કે આ સમયે આવરાતત્વો જુદા જુદા બહાના હેઠળ છટકી જવા મથામણ કરી હતી પરંતુ મોરબી જીલ્લા પોલીસની તમામ ટીમોએ કોઈ મચક આપી ન હતી ઉચ્ચ કક્ષાએથી આવેલા નિયમોનું કડક પાલન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!