Monday, November 18, 2024
HomeGujaratમોરબી પોલીસે જાહેર માર્ગો પર સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરનારને ગણતરીની કલાકોમાં...

મોરબી પોલીસે જાહેર માર્ગો પર સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરનારને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા : પંદર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

જાહેર માર્ગો પર સ્ટંટ કરતા લુખ્ખાઓ સામે મોરબી એસપી લાલઘુમ : ક્યાંય આવી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે તો આ માટે મોરબી પોલીસે હેલ્પલાઇન નમ્બર જાહેર કરવામાં આવ્યા : નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી નાં જાહેર માર્ગ પર બાઈક અને મોપેડ ધારક ગેંગ દ્વારા કોહરામ મચાવવામાં આવી રહ્યો હતો અને જાહેર માર્ગો પર નિકળતા લોકોને હાનિ પહોંચે એ રીતે સ્ટંટ કરી વિડિયો બનાવી જુદી જુદી એપ્લિકેશન મારફતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા આ વિડિયોના સમાચાર ગઈકાલે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેના પગલે મોરબી એસપી એસ. આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા તે સમયે ચાલી રહેલ ક્રાઈમ કોન્ફરન્સમાં આ બાઈક ચાલકોની ભાળ મેળવવા સુચના આપી હતી જેના પગલે એ ડિવિઝન ઈન્ચાર્જ પીઆઇનાં,બી ડિવિઝન આઈ એમ કોંઢિયા ,ટ્રાફિક ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસના આસિફભાઇ ચાણક્ય, કિશોરભાઈ મિયાત્રા સહિતની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં સ્ટંટબાજ વિડીયો બનાવનારા મોરબીના પંચાસર રોડ નજીક વિસ્તારમાં રહેતા ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણી હોવાનું બહાર આવ્યુ હતું જે બાદ મોરબી એ ડિવિઝન સ્ટાફ ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણીની ધરપકડ કરી બન્ને મકવાણા વિરુદ્ધ આઈપીસીની કલમ 177,184 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી કડક કાર્યવાહી કરી હતી આ સિવાય અન્ય બેફિકરાઈ પૂર્વક અને લોકોને હાનિ પહોંચે એ રીતે જોખમ રૂપે ચલાવતા પંદર જેટલા બાઈકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવી હતી આ સિવાય મોરબી પોલીસ દ્વારા આવા કૃત્યો કરતા ઈસમો ક્યાંય નજરે પડે તો મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમના નમ્બર 02822 243480 અને 74339 85943 મોબાઈલ પર સંપર્ક કરવા પણ લોકોને અપીલ છે જેમાં આ માહિતી આપનાર ના નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ મોરબી એસપી એસ આર ઓડેદરાએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!