મોરબીમાં તા. ૨૪/૦૮ના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સાયકલ રેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રારંભ થઈ આ રેલી નગર દરવાજા સુધી પહોંચી ફરી પરત પોલીસ સ્ટેશન પર સમાપ્ત થઈ હતી.
બહોળી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ઉપરાંત મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગા અને ઝુમ્બા-એરોબિક્સ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લામાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવા “Sunday On Cycle” થીમ પર વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) વી.બી. દલવાડીની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી. રેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ, નગર દરવાજા સુધી આગળ વધી અને ફરીથી પોલીસ સ્ટેશન ખાતે સમાપ્ત થઈ હતી.
મોરબી જીલ્લા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સાયકલ ચલાવી ફિટનેસ અંગેનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રજાજનોને પ્રેરણા મળે તે હેતુથી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગા અને ઝુમ્બા-એરોબિક્સ સેશનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી ભાગ લીધો હતો.