આજથી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાથીઓને બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં વિદ્યાથીઓ ને કોઈ અગવડતા થાય અને પોલીસની મદદની જરૂર હોય તે માટે ૧૧૨ અને ૧૦૦ નંબર પર સંપર્ક કરવા અપીલ કરાઈ હતી.જેથી કેન્દ્ર ખાતે પહોંચવામાં વિદ્યાથીઓને મુશ્કેલી ન પડે.
મોરબી પોલીસ દ્વારા વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે તકલીફ પડે તો ૧૧૨ અને ૧૦૦ નંબર પર સંપર્ક કરવા અપીલ કરી હતી.જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય તો પોલીસની મદદથી વહેલી તકે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકે. તેમજ દરેક ચોકડી ખાતે પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા હતા.
જેથી વિધાર્થીઓને આસાની પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. તેમજ વિદ્યાથીઓને કેન્દ્ર શોધી પહોચાડવા માટે પોલીસે પણ મદદ કરી હતી.