આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા મોરબી શહેરમાં નાકાબંધી તેમજ ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષીને મોરબી ની અંદર સીપીએમએફની બે કંપની ના ૧૩૫ કર્મચારીઓ તેનાદ કરવામાં આવ્યા છે જેમના દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથક, બી ડિવિઝન પોલીસ મથક, ટંકારા પોલીસ મથક ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે જિલ્લામાં કુલ ૧૮ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. ઉપરાંત જિલ્લા ની અંદર એસએસટી ની નવ ટીમ તૈનાદ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં આચારસંહિતા બાદ ચાર કેસ કરવામાં આવ્યા છે. નાસતા ફરતા કુલ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં પાસા ના આઠ કેસ કરવામાં આવ્યો છે. તડીપારના આઠ કેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ચૂંટણીના અનુલક્ષીને 634 જેટલા લાયસન્સ વાળા હથિયારોને જમા કરી લેવામાં આવ્યા છે. દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના કુલ 80 કેસ કરવામાં આવ્યો છે જેમાં 83 જેટલા આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે. 264 જેટલા નોનબેલેબલ વોરંટ ની બજવણી કરવામાં આવી છે. ઉપરાંત જરૂર જણાય તે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવશે.