Thursday, April 3, 2025
HomeGujaratમોરબી પોલીસે AVN નામક બિમારી પીડિત દિકરીને આર્થિક મદદ કરી માનવતાનું ઉતમ...

મોરબી પોલીસે AVN નામક બિમારી પીડિત દિકરીને આર્થિક મદદ કરી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું

સામાન્ય રીતે પોલીસ વિશે લોકોના મનમાં ઘૃણા હોય છે પંરતુ આ પોતાના અનુભવની વાત છે ઘણી વખતે પોલીસ પણ ઘણી મજબૂરીઓ માંથી પસાર થતી હોય છે જેને લઈને પ્રજાને પોલીસ વિશે વિરોધાભાષી વિચારધારા હોય છે પરંતુ આ જ પોલીસ લોકો માટે કામ પણ કરતી હોય તેવા પણ ઉદાહરણો ઘણા ભૂતકાળમાં જોવા મળ્યા છે ત્યારે મોરબીમાં ડીવાયએસપી પી એ ઝાલા દ્વારા બીમારીથી પીડાતી એક દીકરીને ઘરે જઈ રુબરુ મળ્યા હતા અને દીકરીની અને પરિવારની મનોવ્યથા જાણી હતી અને મદદ કરી પોલીસ પ્રજાના મિત્ર તરીકેનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી નો ભોગ બની છે જેથી તે હાલ પથારીવશ છે અને તેની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે ત્યારે દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપિલ કરવામાં આવી છે આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ અત્યાર સુધીમાં ભોગવનાર દીકરી માધુરીબેન સોલંકીને રૂ.2.80 લાખ જેટલી મદદ મળી ચુકી છે. આ દિકરીની બિમારી અંગેના સમાચાર પ્રસારિત થતા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસે પણ આ દિકરીને મદદ કરીને માનવતા દર્શાવી છે.

મોરબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ ઝાલાએ આજે બિમારી પીડીત માધુરીબેન સોલંકીને આજે ઘરે જઈને રૂબરૂમાં ખબર અંતર પુછ્યા હતા. તેમજ પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં આ પરિવારને શક્ય બને તેટલી મદદ કરવા ખાત્રી આપી હતી. તેમજ આ દિકરીને આર્થિક મદદ કરીને મોરબી જિલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ તકે મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર પણ દિકરીની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. અને દિકરીને મદદ કરવા બદલ મોરબી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ દિકરીને વધુ મદદ માટે આ દીકરીના પિતાના મોબાઈલ નં.9712829037, બેંક એકાઉન્ટ નંબર 193212010001885, બેંકનું નામ union Bank of India, IFSC Code: UBIN0819328, ખાતેદારનું નામ સોલંકી માધુરીબેન લાલજીભાઈ અને ગુગલ પે નંબર 9512007760 છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!