મોરબી પોલીસ દ્વારા દેશી દારૂના દિષણને નાબુદ કરવા સતત દિશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે ફરી એક એવા મોરબી તાલુકા પોલીસ અને માળીયામીં પોલીસ જુદી જુદી બે જગ્યાઓ ત્રાટકી હતી. દેશી દારૂ બનાવવા શખ્સોને ઝડપી પાડયા હતા.
મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે અમરાપર ગામની સીમમાં દરોડો પાડયો હતો. જેમાં દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી નાના-મોટા પતરાના બેરલમાં રહેલ ગરમ આથો લીટર-૧૫૦ તથા આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા બેરલમાં દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૫૦૦ મળી આવ્યો હતો. જેમાં સ્થળ પર વિજય વેલજી રૂદાતલા નામનો શખ્સ મળી આવતા તેની પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછમાં અન્ય એક શખ્સ ટીનુ નવલસિંહ પરમારની દેશી દારૂની ભઠ્ઠી ચલાવામાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ માળીયામીં પોલીસે ખીરઇ ગામની તળાવની પાળ પાસે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી હતી. જેમાં
મુમતાઝબેન વા/ઓ અબુ ફતેમામદ કટીયા નામની મહિલા દેશી દારૂ ભઠ્ઠી ચલવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી દેશી પીવાનો દારુ બનાવવાનો આથો, ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ તથા ઠંડા આથાના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.