મોરબી જીલ્લા પોલીસ દ્વારા વધુ એક નકલી વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સામે પાસાના કાયદાની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માળીયા(મી)ના નવા દેવગઢ ગામે નકલી વિદેશી દારૂ બનાવવાની ઝડપાયેલ ફેક્ટરીના ગુનામાં સંડોવાયેલ આરોપીના ઇસ્યુ થયેલ પાસા વોરંટ સામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના નવા દેવગઢ ગામે બનાવટી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાયી હતી ત્યારે આ ગુનામાં કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. અગાઉ આ ૮ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટક કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે હાલ મોરબી પોલીસે નકલી દારૂના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી કિશન ઉર્ફે કાનોની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પાસા વોરંટ ઇસ્યુ થતા મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી કિશનભાઈ ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા ઉવ.૨૬ રહે. હાલ મોરબી નાની વાવડી મૂળરહે.રાજકોટ બાપુનગર મેઈન રોડવાળાને ઝડપી લઈ પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપેલ છે.