મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માંથી રૂ.૬,૫૬,૬૪૯,/- ની કિંમતના કુલ-૩૧ ખોવાયેલ મોબાઈલો તેમજ સોનાના પાટલા-૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦ તથા મો.સા.૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા રીક્ષામા ભુલાય ગયેલ રૂપીયા. ૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૪૬,૬૪૯/- અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ તેમજ રીક્ષામાં પડી ગયેલ રોકડ રૂપીયા તેમજ એક મોટર મોટરસાયકલ સ્ટાફને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ મોબાઇલ નંગ.૩૧ કી.રૂ.૬,૫૬,૬૪૯/- તથા ગીરો મુકેલ સોનાના પાટલા જોડ-૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ચોરી થયેલ મોટરસાયકલ એક કિ.રૂ. ૫૦૦૦૦/- તથા રીક્ષામા ભુલાય ગયેલ રોકડા રૂપીયા.૪૦,૦૦૦/- અરજદારો ને પરત કરી કુલ રૂ.૧૦,૪૬,૬૪૯/- નો મુદામાલ પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.









