મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે કબીર ટેકરી શેરી નં. ૪ માં આરોપી મોસીનભાઈ કુરેશીના બંધ રહેણાંક મકાનમાં દરોડો કરી, ૧૦૦ લીટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા, એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત આરોપીને ફરાર દર્શાવી તેને પકડી લેવા કવાયત શરૂ કરી છે.
મળતી વિગત અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે કબીર ટેકરી શેરી નં. ૪ માં આરોપી મોસીનભાઈ કુરેશી પોતાના બંધ રહેણાંકમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે પોલીસે રેઇડ દરમિયાન મકાનમાં અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં કાળા ઝબલામાં રાખેલ ૧૦૦ લીટર જેટલો દેશી દારૂ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી આવ્યો હતો, પોલીસના દરોડા દરમિયાન આરોપી મોસીનભાઈ માહમદભાઈ કુરેશી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને હાલ ફરાર દર્શાવી, દેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીને ફરાર જાહેર કર્યો છે. પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.