Thursday, January 9, 2025
HomeGujaratમોરબી:લાતી પ્લોટમાં વિદેશી દારૂના કટીંગ વેળા પોલીસ ત્રાટકી:વિદેશી દારૂનો જથ્થો, મોટરસાયક્લ મૂકી...

મોરબી:લાતી પ્લોટમાં વિદેશી દારૂના કટીંગ વેળા પોલીસ ત્રાટકી:વિદેશી દારૂનો જથ્થો, મોટરસાયક્લ મૂકી આરોપીઓ ફરાર

મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેર નં ૮ માં ગેસના ગોડાઉન પાસેથી અંધારામાં અમુક શખ્સો પુંઠાના બોક્સની હેરાફેરી કરતા હોય ત્યારે પોલીસને જોઈ શખ્સો અંધારામાં ભાગી જતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની ૭૭ બોટલ તથા એક બુલેટ, એક એકટીવા તથા ત્રણ ઍક્સેસ મો. સાયકલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા મોટર સાયકલના રજીસ્ટર નં ઉપરથી અજાણયા આરોપીઓની ઓળખ મેળવી તમામને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં ૮ ગેસના ગોડાઉન પાસે અંધારામાં પોતાના વાહનો રાખી અમુક શખ્સો પુંઠાના બોક્ષની હેરાફેરી કરતા જોવામાં આવતા તાત્કાલિક તે જગ્યા ઉપર જતા હોય ત્યારે દૂરથી પોલીસને આવતા જોઈ તમામ શખ્સો પોતાના વાહનો અને બોક્સ મૂકી અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી પુંઠાના બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૭ બોટલ સાથે એક બુલેટ મો.સા રજી નં. GJ-36-K-2712, એકટીવા મો.સા રજી નં.GJ-36-AE-0897, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AD-4712, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AA-6346, એક્સેસ મો.સા ચેસીસ નં. MB8DP12DGM8769560 મળી કુલ રૂ.૧,૭૯,૪૭૫/-નો મુદામાલ કબ્જે લઇ નાસી જનાર તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.નો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!