મોરબી પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા જૂની પીપળી ગામે આજથી એક માસ પહેલા સગીર વય ની બાળાનું અપહરણ કરીને ભગાડી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢવામાં આવ્યો છે.
જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ આજથી એક માસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જૂની પીપળી ગામે સગીરા નું અપહરણ કરી ભગાડી જનાર આરોપી ભાવેશ રાજુભાઇ રાવત(રહે.મેન્દ્રા તા.દેવગઢ બારીયા જી.દાહોદ)વાળો ઈસમ ભોગબનનાર સાથે આણંદ જિલ્લાના વરસડા ગામે મજૂરી કામ કરતા હોવાની ચોક્કસ બાતમી મળેલ ત્યારે બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ આણંદ જિલ્લાના વરસડા ગામે પહોંચી હતી ત્યારે વરસડા ગામે રહેણાંક મકાનની ઓરડીમાંથી આરોપી ભાવેશ અને ભોગ બનનાર સગીરા બંને મળી આવ્યા હતા ત્યારે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આ કામગીરીમાં એએચટિયું ના ઇન્ચાર્જ પીઆઇ. એન.એ.વસાવા,હેડ કોન્સ્ટેબલ ફૂલીબેન ઠાકોર, બકુલભાઈ કાસુંદ્રા અને અરવિંદસિંહ પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.