Sunday, December 22, 2024
HomeGujaratમોરબીમાં ફિલ્મી ઢબે મિત્ર એ જ કરેલ મિત્રની હત્યાનો કારસો પાર પાડવાનો...

મોરબીમાં ફિલ્મી ઢબે મિત્ર એ જ કરેલ મિત્રની હત્યાનો કારસો પાર પાડવાનો પર્દાફાશ કરતી મોરબી પોલીસ:એક મહિને મૃતદેહને શોધી કાઢ્યો:આરોપી જીતેન્દ્ર ગજીયા પોલીસ સકંજામાં

મોરબીમાં દૃશ્યમ ફિલ્મ ની જેમ હત્યાને અંજામ આપતા પહેલા સાચી પોલીસે પકડી પાડયો છે જેમાં મિત્ર એ જ મિત્ર ની પ્રિ પ્લાન હત્યા કરી લાશ ને માણેકવાડા ગામ નજીક ખેતર નાં શેઢે દાટી દીધી : પોલીસે પરિવારજનોએ આપેલ માહિતી ના આધારે તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી

- Advertisement -
- Advertisement -

મોરબી માં દૃષ્યમ ફિલ્મ જેવી ધટના પ્રકાશમાં આવી છે જેમાં આ ફિલ્મ માં પોલીસ આરોપી અને મૃતક સત્ય પાત્રો છે .હા આ વાત છે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ની જેમાં એક માસથી ગુમ યુવક ની હત્યા નો પદૉફાશ કર્યો છે અને આરોપી ને પણ દબોચી લેવામાં આવ્યો છે.

આ વાત છે એક મહિના પહેલા તા.૨૦ જુનના રોજ ગુમ થયેલ જીતેન્દ્ર કૈલા નામના યુવકની જે ગુમ થયાની હળવદ પોલીસમથકમાં તેના ભાઈ દ્વારા ગુમશુદા કરવામાં આવી હતી સમય જતા જતા આ બનાવ મોરબી શહેર એ ડિવિઝન વિસ્તાર નો હોય અરજી ટ્રાન્સફર કરવામાં આવી અને બાદમાં આ તપાસ માં પરિવાર જનો દ્વારા પોલીસને યુવકની હત્યા ની શંકા વ્યક્ત કરી હતી જેના પગલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ થી લઇ મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ આ કોકડું ઉકેલવા કામે લાગી ગઈ હતી આ ઘટનામાં પરિવારજનો દ્વારા તેના અંગત મિત્ર જીતેન્દ્ર આયદાંનભાઈ ગજીયા પર શંકા ની સોય તાકવામાં આવી હતી જેના પગલે એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા અને ઈનચાર્જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.પંડ્યા ની ટીમ પણ ખડેપગે રહી આ યુવકની હત્યા થઈ છે કે અપહરણ તેના આધારે તપાસ હાથ ધરતા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સુધી આ ઘટના ની જાણ થતાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ આ બનાવમાં અપહરણ ની કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યા હતા આ બાદ

મૃતક યુવક જીતેન્દ્ર કૈલાના ભાઈએ જીતેન્દ્ર ગજીયા નામના વ્યક્તિ વિરૂદ્ધ નામજોગ અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી બાદમાં પોલીસને કામગીરી કરવાની પ્રથમ મોકો મળ્યો હતો.

કઈ રીતે પોલીસે હત્યાકાંડ નો ઉકેલ્યો ભેદ?મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા ની ટીમ દ્વારા તપાસ શરૂ કરતાં ની સાથે જ આરોપી એ દૃશ્યમ મૂવી જેવી ફિલ્મી કહાની ઘડી હતી અને પોલીસને પણ જીતુ ગાજિયા સાચું બોલે છે તેવો થોડો વિશ્વાસ આવી ગયો પરંતુ અચાનક એક ઓછી એક એવા પુરાવા હાથે લાગ્યા જેને લેઈને પોલીસે જીતુ ગજીયા એ જ હત્યા કરી છે અને મૃતદેહ નો નિકાલ કરી દિધો હોવાની શંકા પ્રબળ હતી પરંતુ હત્યા ના ગુના માટે મૃતદેહ નો પુરાવો જરૂરી હતો પોલીસ ને આરોપી એ બે દિવસ સુધી ગ્લલા તલ્લાં કર્યા બાદ અંતે પોલીસની આકરી પૂછપરછ બાદ રીઢા ગુનેગાર જીતેન્દ્ર ગજીયા એ હત્યા કર્યાની ચોંકાવનારી કબૂલાત આપી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે તેના મિત્ર જીતુ કૈલા નામના યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી છે અને પોતે જ જીતુ કૈલા બની તેના કપડાં પહેરી તેનું બાઈક લઇ માંડલ જઈને મોબાઇલ માંથી યુવક માં પરિવારજનો ને વોટ્સ એપ મેસેજ કરી પોતે જીતુ કૈલા બની મોરબી છોડવાની જાણ કરી હતી બાદમાં પોતાની ઓફીસ પર આવી તેની કાળા કલરનો સ્કોર્પિયો કારમાં જીતુ કૈલાના મૃતદેહ ને કોથળામાં નાખી મોરબીના માણેકવાડા ગામ નજીક ખેતર નજીક બનાવેલ પાણી નિકાલ ની જગ્યામાં મૃતદેહને બોક્ષમાં પેક કરી ને દાટી દીધો હતો હતો મોરબી પોલીસે જીતેન્દ્ર કૈલા નામના યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ શોધી કાઢ્યો હતો અને મૃતદેહ ને ફોરેન્સિક પી એમ માટે ખસેડી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

હત્યાનું શું હતું કારણ?

આરોપી ને મૃતકે એક વખત ૧૦ લાખ અને એક વખત ૮ લાખ એમ કુલ ૧૮ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા મૃતકે પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી.

આરોપી અગાઉ પણ આવા પ્રિ પ્લાન હત્યામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.

આ હત્યા માં પકડાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા અગાઉ પણ જેતપુર માં ડોકટર ના પુત્રના અપહરણ અને હત્યાના ગુનામાં આજીવન કેદ ની સજા ભોગવી રહ્યો છે.જેમાં ડોકટરના પુત્ર ની હત્યા કરી ડીવાયએસપી ના મકાન ના ટાંકા માં મૃતેદેહ ને નાખી દિધો હતો અને આ હત્યાકાંડ દ્વારા પણ સૌરાષ્ટ્ર માં ચકચારી જગાવી હતી જો કે આ આરોપી બાર વર્ષ જેલમાં રહ્યા બાદ હાલ આરોપી જીતેન્દ્ર ગજીયા જામીન પર બહાર હતો ત્યારે બીજો ગુનો આચર્યો છે આરોપીએ ગુનાને દ્રશ્યમ ફિલ્મ ની જેમ સ્ક્રિપ્ટેડ રીતે અંજામ આપ્યો છે જો કે મૃતક જીતેન્દ્ર કૈલા ના પરિવારજનો ને શંકા પડતા પોલીસને સમગ્ર હકિક્કત જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી હાલ મોરબી પોલીસે આ ચકચારી મચાવનારા હત્યાકાંડ ને પર્દાફાશ કરી ફિલ્મ અને રિયલ લાઇફ વચ્ચે મોટી ભેદરેખા છે એ સાબિત કરી દીધું છે.સાથે સાથે મૃતકના પરિજનોને પણ મોરબી પોલીસનો આભાર માન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!