મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૪ જેટલા લોકો મોતને ભેટ્યા છે ત્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવા કપરા સમયે પોલીસે દેવદૂત બનીને પહોંચી હતી .
જેમાં ગત તા ૩૦ ના રોજ મોડી સાંજે મોરબીનો ઝૂલતો પુલ અંદાજે ૪૦૦ જેટલા મુલાકાતીઓ સાથે તૂટી પડ્યો હતો જેમાં મુલાકાતીઓ નદીમાં ખાબકતા ૧૩૪ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને ૧૫૦ કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આ બચી જનારા લોકો પૈકી ૫૦-૬૦ લોકોને મોરબી પોલીસના જવાનોએ ઉગારી લીધા હતા અને ઝૂલતા પુલથી થોડે દૂર પાડા પુલ પર અન્ય એક રેલીના બંદોબસ્ત માં રહેલા પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને કોઈ પણ સાધનો વગર સીધા પાણીમાં કૂદીને લોકોને બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.