મોરબી પોલીસે શહેરના સીપાઈવાસ વિસ્તારમાં આવેલ ત્રણ રહેણાંક મકાનમાં તથા સામાકાંઠા વિસ્તારમાં બે સ્થળો તેમજ ટીંબડી ગામે બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડી કુલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૬૯ જેટલા ફિરકા કબ્જે લીધા છે આ ઉપરાંત ૧૨ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં પ્રથમ ત્રણ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે સીપાઈવાસ વિસ્તારમાં આવેલ અલગ અલગ ત્રણ રહેણાંકમાં રેઇડ કરી હતી જેમાં સીપાઈવાસ માતમચોકમાં રહેતા આરોપી ફૈઝલભાઈ હનીફભાઈ પઠાણ ઉવ.૨૬ પોતાના રહેણાંકમાં પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા નંગ-૧૩ કિ.રૂ.૮,૪૫૦/- નો મુદ્દામાલ આરોપી વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી રહે સાવસર પ્લોટ શેરી નં.૩ વાળા લાસેથી વેચાણ અર્થે લાવી રાખ્યો હોય જેથી આરોપી ફૈઝલ પઠાણની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજા દરોડામાં સીપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા અનવરભાઈ હાજીભાઈ વડગામા ઉવ.૧૯ના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૨૯ ફિરકા કિ.રૂ.૧૮,૮૫૦/- આરોપી વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી રહે સાવસર પ્લોટ શેરી નં.૩ વાળા પાસેથી વેચાણ અર્થે લાવ્યા હોય જે એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા હાલ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે.
આ ઉપરાંત ત્રીજા દરોડામાં સીપાઈવાસ માતમ ચોકમાં આરોપી મહેબુબભાઈ તૌફીકભાઈ ખોખર ઉવ.૧૯ના રહેણાંક મકાનમાં સીટી એ ડીવિઝન પોલીસે દરોડો પાડતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૧ ફિરકા કિ.રૂ. ૭,૧૫૦/- મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી મહેબૂબ ખોખરની અટક કરી હતી, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ જથ્થો આરોપી અનવરઅહેમદ હાજીભાઈ વડગામા રહે સીપાઈવાસ જમાદાર શેરીવાળા પાસેથી વેચાણ અર્થે લઈ આવ્યાની કબુલાત આપી હતી.
આ સિવાય સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપથી આગળ આદર્શ સોસાયટીમાં રોડ ઉપરથી આરોપી સચિનભાઇ રાજેશભાઇ વરાણીયા ઉવ.૨૨ રહે. આદર્શ સોસાયટીવાળા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૦ નંગ ફિરકા ઝડપી લેવામાં આવ્યા હતા, આરોપીએ આ પ્રાણઘાતક ફિરકા મોરબીના જે.કે. ટોયઝના માલીક વિપુલભાઈ પાસેથી મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી બી ડિવિઝન પોલીસે તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
પાંચમા દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-૨ ત્રાજપર ચોરા પાસે આરોપી જીગ્નેશભાઇ જગદિશભાઇ માજુશા ઉવ.૨૧ રહે.ત્રાજપર ચોરાની સામે મોરબી-૨ વાળાએ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) GERMAN TECHNOLOGY લખેલ નંગ.૩ કિ.રૂ.૬૦૦/- ની વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો જેથી તેની અટક કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે છઠ્ઠા દરોડામાં મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૩ ફિરકા સાથે આરોપી વિપુલભાઇ રધુભાઇ મંદરીયા ઉવ.૨૭ રહે.વેજીટેબલ રોડ જુના ભીમસર મોરબી-૦૨ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.