Sunday, January 12, 2025
HomeGujaratમોરબીની પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાએ ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨માં વર્ષમાં...

મોરબીની પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાએ ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો:સહકાર આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કરાયો

મોરબીની પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાએ ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને આ સફર માં વિવિધ રીતે સહકાર આપનાર દરેક લોકોનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

સંસ્થાના ટ્રસ્ટી,સંચાલકો અને આગેવાનોએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ,આજથી 11 વર્ષ પૂર્વે નેત્રહીનો ના પુનર્વસન અંગે મોરબી શહેરમાં પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વિચાર આવેલ પણ આ કાર્ય ખૂબ જ કઠિન હતું. કારણ કે મોરબી શહેર નેત્રહીનોથી સંપૂર્ણ અજાણ હોય અને ક્યારે પણ અંધજનો ના પુનર્વસન તેમજ શિક્ષણ બાબતના કોઈપણ પ્રયાસો મોરબી શહેરમાં થયેલ ના હોય તેથી આ વાત કઠીન હતી. મોરબી શહેરમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સ્થાપવાની રજૂઆત લઈ સુરેન્દ્રનગર ખાતે ચાલતી સી. યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સ્થાપક દંપતિ પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઈ ડગલી તથા પંકજભાઈ ડગલી પાસે રજૂઆત કરવામાં આવી તેમના તરફથી આ કાર્યને આગળ વધારવા માટે માર્ગદર્શન મળે તે હેતુથી મોરબી શહેરના ખાનપર ગામ ના રહેવાસી શ્રી રામદેવસિંહ જાડેજા સુરેન્દ્રનગર ગયેલ તેમની વાત સાંભળી સુરેન્દ્રનગરના સ્થાપક દંપતી પદ્મશ્રીમુક્તાબેન પંકજભાઈ ડગલી રામદેવસિંહ સાથે સી. યુ .શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના નેજા હેઠળ સંસ્થા શરૂ કરવાની વાત કરી અને સૌ પહેલા 2013 માં મોરબી શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું સંસ્થાની શરૂઆત કરવાની પહેલ કરવામાં આવી ધીરે ધીરે કરતાં સમય આગળ વધતો ગયો અને મુક્તાબેન અને પંકજભાઈ પાસે મોરબી નિવાસી શ્રી હાતિમભાઈ રંગવાલા એ એજ્યુકેશન પ્રાપ્ત કરેલ હોય તેથી તેની મુલાકાત થઈ અને સંસ્થાને આગળ લઈ જવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી મુક્તાબેન અને પંકજભાઈ સહર્ષ આ વાતને સ્વીકારી ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ઓફિસ સ્થાપવામાં આવી. હાતિમભાઈ રંગવાલા પ્રયાસથી મોરબીના પ્રતિષ્ઠિત દેવકરણભાઈ આદ્રોજા ની મુલાકાત પંકજભાઈ ડગલી સાથે કરાવી ત્યારથી જ સંસ્થાએ પ્રગતિની શરૂઆત કરી

મોરબી શહેર ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રખ્યાત હોય અજંતા ઓર્પેટના માલિક પ્રવીણભાઈ ભાલોડીયા સાથે મુલાકાતનો અવસર મળ્યો અને અંધજનો માટે તેમની ફેક્ટરીમાં રોજગારી માટે મુલાકાત થઈ મુલાકાત ખૂબ જ સારી અને કારગર સાબિત થઈ પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા તેમની કંપનીની સંપૂર્ણ વિઝીટ શ્રીમતી મુક્તાબેન તથા પંકજભાઈ ડગલી તથા હાતિમભાઈ રંગવાલા અને સહયોગ સાથે પૂર્ણ કરી અને નેત્રહીનોને ખૂબ સારી રીતે ફેક્ટરીમાં ઘણા બધા કામો નોર્મલ વ્યક્તિ સાથે રહી અને સહેલાઈ પૂર્વક કરી શકે તેવા કામોને પ્રવીણભાઈ 30 નેત્રહીનોને તબક્કાવાર રોજગાર આપવાની ખાતરી આપી સારી શરૂઆત થઈ પણ હજી મૂંઝવણ હતી હોસ્ટેલ શરૂ કરવા માટે સંસ્થા પાસે કોઈ પણ જગ્યા ન હતી હાતિમ રંગવાલા દ્વારા મોરબીની વિવિધ જગ્યા પર સંસ્થા શરૂ કરવા માટે મકાનની શોધખોળ ચાલુ રાખી હતી તે દરમિયાન શ્રી દેવકરણભાઈ આદ્રોજા દ્વારા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાછળ પરસોતમ ચોકમાં શ્રી કલ્યાણદાસ બાપુની ખાલી રહેલ જગ્યા સંસ્થા માટે ઉપયોગ હોય તેવી રજૂઆત કરી અને કલ્યાણદાસ બાપુ પાસેથી ત્રણ વર્ષ માટે જગ્યા ને મંજૂરી મેળવી આશરે 5 લાખ રૂપિયા નો ખર્ચ કરી છે .તારીખ 02/07/2013 ના રોજ સંસ્થા મોરબી ખાતે કાર્યરત થઈ શરૂઆતના તબક્કામાં સંસ્થા પાસે કોઈપણ દાતા ન હોય તેથી સંધ્યા ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે દેવાકર દાદા દ્વારા કરવામાં આવી અને બપોરના ભોજન વ્યવસ્થા ફ્રી ટિફિન સર્વિસ દ્વારા કરવામાં આવી હતી. દસ વ્યક્તિથી શરૂ કરેલ આ સંસ્થા ધીરે ધીરે મોરબી શહેરની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગારના શોધખોળ કરવા લાગી અને એક વર્ષમાં 16 નેત્રહીનો રોજગારી કરતા થઈ ગયા આ દરમિયાન શ્રીદેવકરણભાઈ આદ્રોજા દ્વારા મોરબીના માજી ધારાસભ્ય સ્વ.ગોકળદાસભાઈ પરમાર સાથે સંપર્ક થયો અને તેમની સંસ્થાની 10000સ્ક્વેરફુટ ની જગ્યા મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ સંસ્થાને ભેટ રૂપિયા આપવાની વાત થઈ શ્રીદેવકરણભાઈ આદ્રોજા પ્રયત્ન નથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ને આ જગ્યા મળે તે માટે ભરપૂર પ્રયાસ કરી જમીન અપાવી તે દરમિયાન કલ્યાણદાસ બાપુની જગ્યા તાત્કાલિક ધોરણે સંસ્થા ખાલી કરવાની વાત કરવામાં આવી એક વર્ષના ટુકાગાળામાં સંસ્થા ખાલી કરી અને અન્ય જગ્યા પર જવું શક્ય નહોતું કારણ કે લક્ષ્મીનગર ગામે મળેલ જગ્યા પર રીનોવેશન તેમજ બાંધકામ નું કામ ચાલુ હતું. મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ જે જમીન આપેલ હતી તે જમીન ઉપર તાત્કાલિક ધોરણે સંસ્થા સ્થાપવી શક્ય ન હતી તેના માટે મોરબીના અલગ અલગ સોસાયટીમાં ત્રણ દિવસની મહેનત બાદ થાકી હારીને હાતિમભાઈ રંગવાલા યદુનંદન ગૌશાળા ના દિનેશભાઈ જારીયા સાથે વાતચીત કરી અને વૈકલ્પીક વ્યવસ્થા માટે રજૂઆત કરી દિનેશભાઈ એ પોતાના મોટાભાઈ યદુનંદન ગૌશાળા સંચાલક શ્રી કાનજીભાઈ જારીયા સાથે મુલાકાત કરાવી હાતિમભાઇ રંગવાલાએ સંસ્થા ની તમામ પ્રવૃત્તિઓને હાલ મોરબીના રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મળેલ જમીન ઉપર રીનોવેશન અને બાંધકામ ચાલુ હોય ગૌશાળામાં રહેવા આપે તે રજૂઆત કરી અને કાનજીભાઈ જારીયા દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવી આશરે સાડા ચાર મહિના જેટલો સમયગાળો યદુનંદન ગૌશાળામાં સંસ્થાએ વ્યક્ત કર્યો અને યદુનંદન ગૌશાળા તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવામાં આવી ત્યારબાદ 2014 ની સાલમાં સંસ્થા મોરબીથી લક્ષ્મીનગર ગામે સ્થાપવામાં આવી ધીરે ધીરે નેત્રહીનો લાભાર્થીઓ પ્રચાર વધવા માંડ્યો અલગ અલગ ફેક્ટરીઓ બિઝનેસ કરતા ઉદ્યોગકાર ઉદાર મને નેત્રાહીનો ને રોજગારી આપવા લાગ્યા ધીરે ધીરે કરતાં સંસ્થામાં 40 નેત્રહીન કામદારો સંખ્યા થઈ સંસ્થા 2015 ની સાલમાં મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આપેલ જમીન ઉપર સી. યુ .શાહ પ્રજ્ઞાચક્ષુ ભુવન સ્થાપના કરવામાં શરૂઆત કરી અને તેમાં એક રૂમ રસોડું સંડાસ બાથરૂમ વાળા 40 ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભોજનાલય રસોડું તેમજ અંઘ ઉદ્યોગ ગૃહ ની સ્થાપના કરી દાતાઓએ ખૂબ સાથ સહકાર આપ્યો .આ બિલ્ડીંગ ને તૈયાર કરાવી તે દરમિયાન સંસ્થામાં નેત્રહીનો કામદારો નો વધારો થયો હતો મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આપેલ જગ્યા ઉપર માત્ર એક હોલ હતો તે જર્જરિત હતો અને ચોમાસામાં પાણી પડવાની તકલીફ તેમજ હોલની ક્ષમતા 40 વ્યક્તિઓથી વધુ ન સમાય તેવી હતી તેથી 2017 ની સાલમાં પ્રજ્ઞાચક્ષુ ભુવન બનાવવાનો વિચાર સંસ્થાને આવ્યો તે રજૂઆત દાતા પાસે મૂકી જેના ભાગરૂપે જેતપુર ના નિવાસી અશ્વિનભાઈ પંચમિયા સાથે વાતચીત થતા તેમને પોતાના માતૃશ્રી સવિતાબેન પ્રાણજીવનભાઈ મણીલાલ પંચમિયા પ્રજ્ઞાચક્ષુ કર્મવિર ગૃહ માટે માતબર રકમ આપી સંસ્થાને ખૂબ મદદ કરી મોરબીના સામાજિક કાર્યકર રામજીભાઈ દેત્રોજા ના સંસ્થાના સાથેના ધનિષ્ટ નાતાથી નેત્રહીનોને રોજગાર આપવામાં પણ ખૂબ મદદ મળી અને 2017 ની સાલમાં નેત્રહીન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અને પ્રજ્ઞાચક્ષુ કર્મ વીર ભુવનનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું.

આ સંકુલમાં 10 રૂમ ત્રણ ટોયલેટ બ્લોક તેમજ પ્રાર્થનાખંડનું નિર્માણ કરવામાં આવ્યું 160 નેત્રહીનો કામદારો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી સમયનો ચક્ર ફરતો રહ્યો અને સંસ્થા દિન પ્રતિદિન દાતાઓ સહયોગથી નેત્રહીનો ના પુનર્વસન નું કાર્ય કરવામાં વધુને વધુ બળ મળતું ગયું.

વર્ષ ૨૦૧૮/૧૯ માં સિધ્ધાર્થભાઈ જોષી સાથે સંપર્ક થયો

સંસ્થા ને વિકાસ પથ પર આગળ લઇ જવા માટે સિદ્ધાર્થભાઈ જોશીનો નેતૃત્વ સંસ્થાને મળ્યું તેમની કાર્યશીલ સુજબુજ તેમજ આગવી વિચાર શક્તિને કારણે દિન પ્રતિદિન નેત્રહીનો ને વિકાસ સાથે સંસ્થા એક પછી એક આગળ પગ માંડવા લાગી તે સિદ્ધાર્થભાઈ હર હંમેશ નેત્રહીનોના જીવન વિશે કઈ રીતે વધુને વધુ સારી વ્યવસ્થા સંસ્થા દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય તે દિશામાં ગતિમાન કાર્યો તેમના જોડાવાથી સંસ્થા એક અલગ દિશામાં એક પછી એક સત્કાર્યોની હારમાળા બનાવવા લાગી. મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા જે જમીન આપવામાં આવી હતી તે જમીન ઉપર હાલ બે ઇમારતો કાર્યરત છે જેમાં એક બિલ્ડિંગમાં 40 ફ્લેટ અને બીજા બિલ્ડિંગમાં અપરણિત યુવકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. નેત્રહીનનો ની રોજગારી માટે સંસ્થા દ્વારા એલબીવી ઓરકેસ્ટ્રા ગ્રુપ ની રચના કરવામાં આવી તે સિદ્ધાર્થભાઈની મહેનતથી નેત્રહીનોને ઓરકેસ્ટ્રા કાર્યક્રમ મળે તે માટે સંપૂર્ણ યોગદાન આપી સંસ્થાના કલાકારો સારી રીતે પ્રેક્ટિસ કરે છે કે તેના માટે એક સાઉન્ડપ્રૂફ રૂમ તૈયાર કરવામાં આવ્યું જેમાં સિદ્ધાર્થભાઈ જોશી એ પૂરેપૂરો રસ દાખવી કારીગરો દ્વારા 1000 સ્કવેર ફૂટનો અદ્યતન સાઉન્ડ પ્રુફ સ્ટુડિયો તૈયાર કરી દેવામાં આવ્યો આજે નેત્રહીનો પોતાના ઉપર નાની મોટી રોજગારી આ કલા ના માધ્યમથી પ્રાપ્ત કરી રહ્યા છે સમાજ માં બનતા પોતાના પ્રસંગોમાં આ એલબીવી ઓરકેસ્ટ્રા ગ્રુપને બોલાવી નેત્રહીનોની રોજગારી અર્થે પૂરેપૂરો સહયોગ આપે .વર્ષ 2020 માં કોરોના કાળ માં સંસ્થામાં રહેતા સાત નેત્રહીનો અને કામદારોને કોરોનાની અસર થયેલ આ દરમિયાન સંસ્થા અને સ્ટાફ તરફથી કોરોનાગ્રસ્ત નેત્રહીનો દર્દીઓની સારવાર કરવામાં આવી સંસ્થાનેત્રહીનોને રોજગારી અપાવે છે રહેવા જમવા વિનામૂલ્ય વ્યવસ્થા પૂરી પાડે છે તેમના લગ્ન કરાવી આપે છે અને તેમને રહેવા માટે એક રૂમ રસોડું સંડાસબાથરૂમનો ફ્લેટ નિઃશુલ્ક આપે છે . સંસ્થા પાસે જગ્યા નો અભાવ હોય અને 40 ફ્લેટ બનાવેલ હતા તે સંપૂર્ણ રીતે નેત્રહીન દંપતી દ્વારા રેહવા માટે ભરાઈ જતા નવા ફ્લેટો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ તે માટે અલગથી જમીન ખરીદી ત્યાં 100 ફ્લેટ બનાવવાનું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું લક્ષ્મીનગર ગામના સરપંચ બાલકૃષ્ણભાઈ વિરસોડીયા ,દેવકરણભાઈ આદ્રોજા અને સંસ્થા સાર્થી એવા સિદ્ધાર્થભાઈ જોશી એ જમીનની શોધખોળ શરૂ કરી લક્ષ્મીનગર ગામની આસપાસ જમીન મળે તે વધારે સહેલું પડે અને તેના માટે આર્યવ્રત સ્કૂલની બાજુમાં એક જમીન નક્કી કરવામાં આવી જમીનની રકમ નક્કી ત્યારબાદ દાતાઓ પાસે દાનની અપીલ કરવામાં આવી ચાર મહિનાના સમયગાળામાં દાતાઓ તરફથી જમીનની રકમ એકત્રિત થઈ ગઈ અને સંસ્થાના નામનો દસ્તાવેજ તૈયાર થઈ ગયો.

તારીખ 02/12/2022 ના રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ દરમિયાન મોરબીના ભામાશા ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીના માતદાર દાનથી તારીખ 04/01/2023 ના રોજ સંસ્થાના પાયા છાપવાની શરૂઆત થઈ બિલ્ડીંગ ને તેના આકાર સુધી પહોંચાડવા માટે સિદ્ધાર્થભાઈ જોષી એ ખૂબ મેહનત ઉપાડી મોરબી ના આર્કિટેક શ્રી ભાવિનભાઈ સોમૈયા દ્વારા બિલ્ડીંગની નકશા સ્ટ્રક્ચર ડિઝાઇન ઇન્ટિરિયર તેમજ સ્થળ વિઝીટ જેવી સેવા નિઃશુલ્ક પૂરી પાડી બિલ્ડીંગનું કામ કોન્ટ્રાક્ટર નેવીલભાઈ પટેલ અને સોંપવામાં આવ્યું આ દરમિયાન ફરી પાછો સંસ્થાને સ્થાપના દિવસ આવી ચડ્યો સંસ્થાના 10 વર્ષ પૂરા કરી 11 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો કાર્યક્રમ સારો કરવા અને જે જગ્યા સંસ્થા નું કામ ચાલતું હતું ત્યાં કરવો એક ચેલેન્જનો કામ હતું પણ સિદધાર્થભાઈ જોશી અને મોરબીના ટ્રસ્ટીઓ સાથે મળી હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ નો કાર્યક્રમ બંધાઇ રહેલ સંકુલ પર સુંદર ગોઠવાયો અને દાતાશ્રીઓનો ભાવ ભર્યું ભોજન પણ જમાડ્યા મોરબીનું ટ્રસ્ટી મંડળ પ્રયત્નશીલ લાગણીશીલ અને નેત્રહીનો વિકાસ અર્થે તત્પર રહેતા હોય છે ધીમે ધીમે બિલ્ડીંગનું કામ આગળ વધવા લાગ્યું જેમાં મોરબીના દાતાઓનો ઉદાર હાથે દાન આપી ખુલ્લા મન થી ને મોરબી ટાઇલ્સ નો હબ ગણાય ઉદ્યોગપતિઓએ તરફથી સંસ્થાઓને ટાઇલ્સ, સેનેટરીવેર, a.c.p. ફીટીંગ ની સામગ્રીઓ આપી સંસ્થાને ખૂબ મદદ કરી.

તારીખ 16/06/2024 ના રોજ સંસ્થાનું ઉદઘાટન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જાહેર જનતાએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ રાત દિવસ જોયા વગર છેલ્લા એક મહિનાથી કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્નશીલ હતા ટ્રસ્ટીઓ પોતાનો સર્વસ્વ આપી આ સંસ્થાને આગળ લઈ જવા ભરપૂર પ્રયત્ન કર્યા છે અને આવનાર સમયમાં એ જ કટિબદ્ધતાથી કામ કરવાની લાગણી બતાવે છે. ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં 56 ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાતાઓના સાથ સહકારથી જમીન પ્લસ ચાર માળ એટલે કે 32 ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલ છે હજુ 24 ફ્લેટ નું નિર્માણ બાકી છે મોરબીના દાતાઓને વિનંતી કરીએ છીએ કે ઉદાર મનથી દાન આપી આ કાર્યને પૂરું કરવામાં અને નેત્રહીનોને આશરો બાંધવામાં મદદ કરે તેવી વિનંતી કરીએ છીએ હાલ સંસ્થામાં 180 નેત્રહીનો પોતાની નાની મોટી રોજગારી કમાઈ રહ્યા છે આ કાર્યમાં મોરબીના ઉદ્યોગપતિ આગળ આવી સાથ સહકાર આપે તેવી આશા રાખીએ છીએ સંસ્થા માં રહેતા લાભાર્થીઓ મળતી સેવાઓ સો ટકા સમાજના સાથ સહકારથી આપી શકીએ છીએ સંસ્થા નેત્રહીનોના પુનર્વસન નું કામ કરે છે પણ સાથે સમાજની અંદર જાગૃતતા આવે અને સમાજના અન્ય વર્ગો માટે પણ કામ કરવા ઈચ્છુક છે દાતાઓના સાથ સહકાર સંસ્થાના કામો થાય છે અને આગળના કામો માટે પણ દાતાઓના સાથ સહકારની જરૂર છે.

તારીખ 07/01/2024 ના રોજ મોરબી ખાતે સાયક્લોફન નામની ઇવેન્ટ કરી સાયકલ માટે લોકો ને જાગૃત કર્યા હતા આ ઇવેન્ટમાં આશરે 1400 મોરબી વાસીઓએ 5 km 10 km અને 20 km માં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ લીધેલ હતી અને હવે આ સંસ્થા 11 વર્ષ પૂર્ણ કરી 12 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ મોરબી વાસીઓ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં સંસ્થા સાથે જોડાયેલા પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યક્તિઓ માટે હૃદયથી પ્રાર્થના કરે છે ઈશ્વર તમામને સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુ આપે અને આ સેવાના કાર્યમાં હંમેશા પોતાના કીમતી અને પવિત્ર દાન આપી નેત્રહીનોના વિકાસ અર્થે અને જનકલ્યાણ કાર્ય માટે મદદ કરતી રહે.

 

લી. સર્વ ટ્રસ્ટી મંડળ ( પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર)

પ્રમુખ :- હરીશભાઈ શેઠ

ઉપપ્રમુખ:- ડૉ.પરાગભાઈ પારેખ

ડૉ.કૌશલભાઈ ચીખલીયા

મંત્રી:- હાતિમભાઈ રંગવાલા

સહમંત્રી:-હાર્દિકભાઈ પાડલીયા

ટ્રસ્ટી :-સિદ્ધાર્થભાઈ જોશી

નેમિષભાઈ પંડિત

તેજસભાઈ બારા

સંદીપભાઈ આડેસરા

પ્રતિકભાઇ કોટેચા

હિરેનભાઈ પોરીયા

યજ્ઞેશભાઇ આદ્રોજા

જીગ્નેશભાઈ કૈલા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!