Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી:મતદાનના દિવસે મતદાન મથક અને નજીકના વિસ્‍તારોમાં વ્‍યવસ્‍થા જાળવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ...

મોરબી:મતદાનના દિવસે મતદાન મથક અને નજીકના વિસ્‍તારોમાં વ્‍યવસ્‍થા જાળવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્‍થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્‍તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્‍યવસ્‍થા જાળવવા પગલાં લેવા જરૂરી જણાતા મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

- Advertisement -
- Advertisement -

જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્‍ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્‍તાર છોડી તુરત જ ચાલ્‍યા જવા જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!