Wednesday, October 8, 2025
HomeGujaratમોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવમાં 29.51 લાખનો નફો: 25 શહીદ પરિવારોને બોલાવીને 25 લાખની...

મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવમાં 29.51 લાખનો નફો: 25 શહીદ પરિવારોને બોલાવીને 25 લાખની સહાય અર્પણ કરાઈ

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો,હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે રૂ.29.51 લાખનો નફો થયો છે. આ નફા પૈકીની રૂ.25 લાખની રકમ શહીદોના પરિવારને સહાય રૂપે અર્પણ કરી દેવામાં આવી છે.

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રવાપર – ઘુનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન શહીદ પરિવારના લાભાર્થે થાય છે. આ નવરાત્રી મહોત્સવનો સમગ્ર હિસાબ ગઈકાલે આઠમા નોરતે અજય લોરીયા દ્વારા મહોત્સવ દરમિયાન જ રજૂ કરવામાં આવ્યો હતો.

આ વેળાએ અજય લોરીયાએ જણાવ્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓ માતાજીની આરાધના તો કરી જ રહ્યા છે. સાથોસાથ તેઓ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના પરિવારની મદદ પણ કરી રહ્યા છે. કારણકે આ નવરાત્રી મહોત્સવમાંથી થયેલો નફો શહીદ પરિવારોને સહાય રૂપે આપવામાં આવી રહ્યો છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન 25 શહીદ પરિવારોને અલગ અલગ દિવસે અજય લોરીયા દ્વારા સ્વખર્ચે અહીં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ પરિવારોને મહાનુભાવોના હસ્તે રૂ.1 -1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો થયો છે. જે પૈકીની રૂ.25 લાખની રકમ 25 શહીદ પરિવારોને ચુકવાઈ ગઈ છે. હવે બાકીની રકમ અન્ય સેવાકાર્યોમાં વપરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!