મોરબી એસટી ડેપો ખાતે મોરબીથી પુનાવાડા સુધી નવી ગુર્જર નગરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જનસુખાકારીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ સેવા દ્વારા મુસાફરોને વધુ સુવિધા મળશે.
મોરબી ડેપો ખાતે મોરબી-પુનાવાડા વચ્ચે નવી ગુર્જર નગરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેને ભાજપના આગેવાનો તથા એસ.ટી. વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવેશભાઈ કણજારીયા, ભુપતભાઈ જારીયા, જયદીપભાઈ દેત્રોજા, અનિલભાઈ વરમોરા, કેતનભાઈ વિલપરા, કેયુરભાઈ પંડ્યા, રોહિતભાઈ કણજારીયા સહિત મોરબી ડેપો મેનેજર કુંપાવત અને એસ.ટી. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવા મોરબીથી દરરોજ સવારે ૭ વાગ્યે વાયા અમદાવાદ અને બાલાસિનોર માર્ગે પુનાવાડા જશે, જ્યારે પુનાવાડાથી બીજા દિવસે સવારે ૮.૩૦ વાગ્યે મોરબી માટે પરત ફરશે. આ નવી સેવા શરૂ થતા મુસાફરોને વધુ સુવિધા અને સરળ પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.









