મોરબી જીલ્લામાં સવારથી સાંજે ૬ સુધીમાં મોરબીમાં ૬૮ મીમી, હળવદ ૨૫ મીમી, ટંકારા ૭૪ મીમી, વાંકાનેરમાં ૨૫ મીમી અને માળીયામાં ૦૫ મીમી વરસાદ નોંધાયો છે તો ગામડાઓના કોઝવે પણ પાણીથી તરબોળ થયા હતા તો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા
ટંકારા મા ધીમી ધારે સાંજ સુધી મા ત્રણ ઈંચ એકંદરે મોરબી જિલ્લા ના તાલુકા પંથક મા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં ડેમોમાં પણ નવા નિરની આવક થઈ છે ટંકારા ના ડેમી- 1 મીતાણા ડેમી – 2 મા નવા નિર ની આવક થઈ બંગાવડી ડેમ ઓવરફલો ટંકારા નો સારણ ડેમ માથી પાણી બહાર નીકળી ગયા હતા સવાર ના ૬ થી સાંજે ૬ સુધી મા ૭૪ એમ એમ વરસાદ નોંધાયો છે.
આગામી દિવસોમાં હજી ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે તહેવાર સમયે વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને આજે લોકો એ ઘરે ગરમા ગરમ ભજીયા તાવો ને અવનવી ચટાકેદાર વાનગીઓ બનાવી મજા માણી રહ્યા છે ધરતીપુત્રો આકાશ માથી ઊતરેલું કાચુ સોનુ થી ધરતી તરબોળ થઈ જતા કામકાજ માથી ખેડૂતો મહેનત બાદ રાહત અનુભવી રહ્યા છે.તો બીજી બાજુ વાંકાનેર હળવદ અને માળીયા મિયાણા પંથક તેમજ મોરબી શહેરમાં પાણી ભરાતાં વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો