બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે નીકળતી મચ્છુ કેનાલ 1 આજે ઓવરફ્લો થઈ હતી. આ મચ્છુ કેનાલ ઓવરફ્લો થતા સાઈફન તૂટ્યું હતું.જેથી પાણીનો પ્રવાહ લજાઈ ગામ પાસે રોડ ઉપર પહોંચી ગયો હતો અને વગર વરસાદે આ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.રોડ ઉપર પાણી પાણી થઈ જવાથી ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની કતારો લાગી હતી.
આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, મચ્છુ કેનાલનું પાણી રોડ ઉપર આવી ગયું હોય આ બાબતે મચ્છુ કેનાલના અધિકારીને મચ્છુ કેનાલમાં પાણી બંધ કરવાની જાણ કરી દેવાય છે.આ ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને હાલાકી પડી હતી.