મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર અને નગરપાલિકા અંદર મહારાજા મહેન્દ્રસિંહજી બોર્ડ લગાવવાની માંગ સાથે મોરબી રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજ મોરબી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.
મોરબી નગરપાલિકા અને ટાઉનહોલના પ્રવેશ દ્વાર અને અંદર મહારાજા મહેન્દ્રસિંહજી જાડેજાનું બોર્ડ લગાવવાની માંગ ઉઠી છે. હાલ નગરપાલીકા ટાઉન હોલ ની જગ્યા આવેલી છે. તે મોરબી રાજવી પરિવારની હોઈ, અને મોરબીની જનતાની સુખાકારી-લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજા ની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી આ ટાઉન હોલ પ્રજા પ્રજાને સોપેલ જેમા થોડા સમય પહેલા સુઘી મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલ હતું પરંતુ અમુક કારણોસર તે બોર્ડ હટાવવામાં આવેલ છે.
મહારાજ મહેન્દ્રસિંહજી નું નામ સતત પ્રજાની વચ્ચે રહે એવા ઉમદા હેતુથી આ બોર્ડ તાત્કાલીંકના ઘોરણે મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર લગાવવામાં આવે તેવી મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાએ રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.