મો૨બી શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર દ્વારા રામનવમી ૬ તારીખના રોજ ૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ અને શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામનવમી એટલે કે તા.૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે ૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તજનોને દર્શન કરવા પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ શ્રી ગાયત્રી યજ્ઞ માં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરના પૂજારીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.