બિપરજોય વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી મોરબી જિલ્લા વહીવટી તંત્રની સાથે જિલ્લાના તમામ એસોસિએશન્સ, સામાજિક સંસ્થાઓ ,ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો તમામે સંયુક્ત રીતે લોકોના બચાવ અને રાહત માટે અદભુત કામગીરી કરી માનવતાનું એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે આ કુદરતી આપદામાં મોરબીનાં રામધન આશ્રમ દ્વારા પણ રાહત રસોડું શરુ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રમજીવી પરિવારોને ભોજન તેમજ રાહત કીટ આપવામાં આવી હતી.
રામધન આશ્રમના મુકેશ ભગતના જણાવ્યા અનુસાર, કુદરતી આફતમાંથી અગમશક્તિએ લોકોને બચાવી લીધા છે. આ વખતે રામધન આશ્રમ તરફથી શ્રમજીવી પરિવારોને ભોજન તેમજ રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી. ભાવેશ્વરીમાં તેમજ રતનબેનનાં સાનિધ્યમાં સ્વયં સેવકો તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ તકે મીડિયા કર્મીઓ, પોલીસ, આર્મી, વીજળી બોર્ડ, એન.ડી.આર.એફ. રાજકીય પ્રશાસન, અધિકારીઓ, સંતો-સામાજિક સંસ્થાઓ, નાના મોટાએ ખુબ જ કસોટી અઘરી કસોટી સ,એ બાથ ભરી અનેરી સેવા કરી છે. ધાર્મિક સંસ્થાઓ પણ જોડાયા અને માનતા મહેકાવી છે. નગરપાલિકા, મહાનગરપાલિકા બધા એક બનીને સેવા કરી તે બધાને રામધન આશ્રમ પરિવાર નમન સહ અભિનંદ આપે છે. તેમ રામધન આશ્રમના મુકેશ ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું.