Thursday, December 26, 2024
HomeGujaratMorbiમોરબીના રંગપર ગામે આંગણવાડીનો સામાન આપવાની ના કહી જાતિ પ્રત્યે હડધૂત કરી...

મોરબીના રંગપર ગામે આંગણવાડીનો સામાન આપવાની ના કહી જાતિ પ્રત્યે હડધૂત કરી માતા પુત્ર એ માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ.

રંગપર ગામે આંગણવાડીનો આવેલો ભાગ આપવાની ના કહી જાતિ પ્રત્યે હડધૂત કરાયાં સરપંચ ની આગેવાની માં સમાંધાન થયા બાદ ફરી માતા પુત્રએ ફરીયાદી ઘરે જઈ ધોકા પાઇપ વડે માર મારતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસમથકે ડાયાભાઈ બાબુભાઈ રાઠોડ અનુ.જાતી ઉવ ૪૫ ધંધો કડિયા કામ રહે રંગપર (બેલા) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ રંગપર ગામે પરિવાર સાથે રહી અને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં આજે ફરીયાદી બાબુભાઈ તેના પત્ની મેનાબેન ડાયાભાઈ રાઠોડ અને પુત્રી રેખા અને પુત્રી હેતલ ચારેય નીચી માંડલ ગામેથી રંગપર પરત આવી વાહનમાંથી ઉતરી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન આંગણવાડીના સંચાલીકા મુક્તાબહેને મારી પત્ની મેંનાબેનને કહેલ કે તમારી દીકરીનો ભાગ આવ્યો છે ત્યારે મેનાબેન પાસે સામાન હોય ઘરે મૂકી પરત આવી લઈ જવાનું મેનાબેને જણાવ્યું હતું આ સમયે ત્યાંથી નીકળેલા જનકબા રણજીતસિંહ જુવાનસિંહ ઝાલાને જાતિપ્રત્યે અપમાનિત કરી અને આ સામાન તેને દેવાનો નથી થતો તેવું કહી મારી પત્ની મેનાબેન સાથે જપાજપી કરી માથાકૂટ કરી હતી બાદમાં અમે આ બનાવની ફરીયાદ નોંધાવવા પોલીસમથકમાં જતા હતા એ સમયે રંગપર ગામના સરપંચ મહેન્દ્રસિંહ દ્વારા બન્ને વચ્ચે સુલેહ શાંતિ જળવાઈ રહેએ માટે સમાધાન કરાવતા અમે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

પરંતુ બાદમાં જનકબા રણજીતસિંહ ઝાલા અને તેના પુત્ર સંજયસિંહ ઉર્ફે કાનો રણજીતસિંહ ઝાલા બંને ધોકા લઈને અમારા ઘર પર આવી મારી પત્ની મેનાબેનને માર મારવા લાગ્યા હતા ત્યારે હું બંનેને રોકતા તેઓએ મને પણ આડેધડ ધોકા માર્યા હતા જેમાં આ બનાવનો દેકારો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બાદમાં 108ને ફોન કરી જાણ કરતા અમે સારવાર માં મોરબી લાવ્યા હતા આ બનાવમાં મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજાએ જનકબા રણજીતસિંહ ઝાલા અને તેના પુત્ર સંજયસિંહ ઉર્ફે કાનો રણજીતસિંહ ઝાલા વિરુદ્ધ એટરોસીટી એકટ,આઈપીસી કલમ ૪૫૨,૩૨૩,૩૨૪ અને હથિયાર બંધી જાહેરનામા ભંગની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એ એ જાડેજાએ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!