રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./ એઇડ્સ દ્વારા દાતાઓનાં સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
આર.ડી.એન.પી પ્લસ રાજકોટ દ્વારા રાજકોટ અને મોરબી જીલ્લામાં એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકો માટે એક એવું સક્ષમ વાતાવરણ ઉભું કરવું તથા તેમની સંભાળ અને દવાઓ મળે તેમજ તેમના માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં રહેતા અને જરૂરીયાત મંદ બાળકોને મોરબી એ.આર.ટી. સેન્ટર, જનરલ હોસ્પિટલ ખાતે ડો.દૂધરેજિયા તેમજ ડો.હિતેશ પારેખ, ડો.દિશા પાડલીયા મેડીકલ ઓફિસર ખાસ ઉપસ્થિતીમાં ૩૫ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને અભ્યાસને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત આર.ડી.એન.પી પ્લસના પ્રમુખ જગદીશભાઈ પટેલ,અને પૂર્વ બોર્ડ મેમ્બર જયેશભાઈ પઢારિયાએ આવેલ મહેમાનો અને બાળકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ એઇડ્સ ગ્રસ્ત તથા અસરગ્રસ્ત બાળકોને રાજકોટ અને મોરબીના દાતાઓ દ્વારા એજ્યુકેશન કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ. જેમના સહયોગ થકી આ બાળકોના મુખ પર હાસ્ય છવાયું તેવા મુખ્ય દાતાઓ દર્શનભાઈ કનેરિયા ORB પ્રાઇવેટ લીમીટેડ મોરબી, ઇન્દુભાઇ વોરા (વોરા વેલ્ફેર ફાઉન્ડેશન રાજકોટ), પેલીકન રોટોપ્લેક્ષ પ્રા.લી. મેટોડા, જગદીશ એન્જીનીઅરીંગ રાજકોટ, ડૉ. કથીરિયા વગેરેનો સહયોગ પ્રાપ્ત થયેલ. આ તમામ દાતાઓના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે જે મહેમાનો હાજર રહેલ તેમનું સન્માન સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પટેલ અને જયેશભાઈ પઢારિયા દ્વારા મોમેન્ટો અર્પણ કરાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આર.ડી.એન.પી. પ્લસ રાજકોટના પ્રમુખ જગદીશભાઈ પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર જયેશભાઈ પઢારિયા એ.આર.ટી. કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, વિહાન કાર્યકર ઘનશ્યામભાઈ મંડાણી દ્વારા કરવામાં આવ્યું હતું.