Tuesday, July 15, 2025
HomeGujaratમોરબી: “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫” માટે નોંધણી શરૂ, ૩૧ જુલાઈ સુધી...

મોરબી: “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫” માટે નોંધણી શરૂ, ૩૧ જુલાઈ સુધી નોંધણી કરવાની છેલ્લી તક

મોરબી: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫” માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકો વિવિધ ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવાના આધાર પર પુરસ્કાર માટે ઉમેદવારી આપી શકે છે. ઓનલાઈન અરજી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધી કરી શકાશે.

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)” અંતર્ગત દેશના બાળકોને તેમની બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા-સંસ્કૃતિ તેમજ નવીનતા જેવા વિવિધ ક્ષેત્રોમાં કરેલા ઉલ્લેખનીય કાર્યો માટે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવે છે.જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે.

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ૦૫ વર્ષથી વધુ ઉમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઈએ (સંબંધિત વર્ષની ૩૧મી જુલાઈના રોજ) અને શ્રેષ્ઠ પ્રદર્શન/ સેવા છેલ્લા ૨ વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર પુરાવા સાથે તા.૩૧ જુલાઈ૨૦૨૫ સુધીમાં નોમીનેશન આપેલ લીંક https://awards.gov.in/Home/AwardLibrary પર કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ વિગત માટે જીલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.૩૧/૩૨, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરી, શોભેશ્વર રોડ, મોરબીનો સંપર્ક કરવા જીલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!