મોરબીમાં નવલખી પોર્ટના નિવૃત કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતાના પુત્ર ધર્મેન્દ્ર (ધર્મેશ) દિપકભાઈ મહેતા (ઉ.વ ૪૦) નું ગત તા ૨૪/૦૪/૨૦૨૫ના રોજ દુઃખદ અવસાન થયું છે.સદગતનું બેસણું આજ રોજ તારીખ ૨૬/૦૪/૨૦૨૫,સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી તેઓના નિવાસસ્થાન ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ૫,શ્રી બ્રહ્માણી કૃપા,જીઆઇડીસી પાછળ,શનાળા રોડ,મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.તેમજ ભજન સંધ્યા રાત્રે ૮.૩૦ કલાકે તેમના ઉપરોક્ત નિવાસ્થાન એ રાખેલ છે.ધર્મેશભાઈના પરિજનો દ્વારા તેઓની આત્માના શાંતિ માટે સુવિખ્યાત ગણાતા ધાંગધ્રાના કાનેશ્વર મહાદેવ મંડળ દ્વારા શિવમહિમ્ન સ્ત્રોત અને શિવ સ્તુતિ ,ભજન સંધ્યાનું ભવ્ય આયોજન તેના નિવાસ સ્થાન ખાતે કરવામાં આવેલ છે જેમાં ધ્રાંગધ્રાની પ્રખ્યાત કાનેશ્વર મહાદેવ મંડળ ટીમ દ્વારા મોરબી ખાતે આવી શિવના ભજન સંધ્યા કરી મૃતકની આત્માની શાંતિ માટે શ્રદ્ધા સુમન શાબ્દિક મંત્રોચાર થી પ્રાર્થના કરવામાં આવશે ત્યારે તેઓના પરિવારજનો દ્વારા આજુબાજુના રહીશો, મિત્રો અને સગા વહાલાઓને આ ભજન સંધ્યામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.