મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં ગાજતા મેડિકલ કોલેજના મુદ્દે જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા મેડિકલ કોલેજ બાબતે કરવામાં આવી રહેલ બયાનબાજી દ્વારા લોકો ગેર માર્ગે ન દોરાય. રાજ્યમંત્રીએ મેડિકલ કોલેજ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ કે મોરબી માટે ભારતીય જનતા પક્ષની સરકારે અગાઉ GMERS અંતર્ગત જે મેડિકલ કોલેજ મંજૂર કરાવી હતી જે યથાવત રાખીને રૂ.૫૮૦ કરોડનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ અગાઉ શનાળા નજીક નક્કી કરેલ મેડિકલ કોલેજની ૫૦ વીધા જેટલી જમીન પણ સંપાદન કરીને આરોગ્ય વિભાગ હેઠળ પણ મૂકી દેવામાં આવેલ છે. અને ત્યાજ મોરબી માટે સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે.
વધુમાં રાજ્યમંત્રીએ લોકોને ખોટી અફવાઓ દ્વારા લોકોને ગેરમાર્ગેના દોરાવા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મેડિકલ કોલેજની હાલની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકી છે.