દેશભરમાં મોકડ્રીલની જાહેરાત કરાઈ હતી. જેમાં રાજ્યના ૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજી અડધી કલાક માટે બ્લેક આઉટની જાહેરાત કરાઈ હતી. ત્યારે મોરબી જિલ્લાઓમાં લોકોએ લાઈટો બંધ કરી બ્લેક આઉટ નું પાલન કરી સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય સહયોગ આપ્યો હતો. તેમજ 8 થી 8:30 વાગ્યા સુધી લાઈટો બંધ કરી બ્લેક આઉટ નું પાલન કર્યું હતું…..
દેશભરમાં નાગરિકો અને વિદ્યાર્થીઓની જાગૃતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તેમજ અડધી કલાક માટે બ્લેક આઉટની જાહેરાત કરાઈ હતી. જેને લીધે મોરબી જીલ્લામાં પણ8 વાગ્યાથી 8.30 સુધી બ્લેક આઉટની સ્થિતિ જોવા મળી હતી. મોરબીમાં બધી લાઈટો બંધ કરી લોકોએ બ્લેક આઉટનું પાલન કર્યું હતું. તેમજ જાહેર જગ્યાએ પણ ચાલુ લાઈટો તંત્ર દ્વારા બંધ કરી બ્લેક આઉટનું પાલન કરવામાં આવ્યુ હતું….