મારુતિ પ્લોટના રહીશો ની ઘણા વર્ષોની માંગણી સંતોષાતા કાઉન્સિલર જસવંતીબેન ના પતિ સુરેશભાઈ સિરોહિયાની રહીશો એ ફુલહાર કરી સન્માન કર્યું હતું. મેલડી માતાજીના મંદિર પાસે ગરબી માટે બ્લોક લગાવી ગરબી ચોક બનાવી આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મારુતિ પ્લોટના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી મેલડી માતાજીના મંદિર ખાતે ગરબી ચોક બનાવવા રજુઆત કરતા હતા પરંતુ ચાર પાંચ વર્ષો દરમિયાન કોઈએ ધ્યાન આપ્યું નહી અંતે આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયા ને રજુઆત કરતા તેમણે મંદિર પાસે ગરીબીનો ઓટો બનાવી આપવા માટે સહમત થયા અને કામ કરાવવા માટે પાલિકામાં તેઓ જાતે રજુઆત કરવા લાગ્યા. સુરેશભાઈ ની ટર્મ પુરી થઈ જતા કામ ફરી અટકી ગયું હતું અને ત્યાર બાદ સુરેશભાઈ ના પત્ની જસવંતીબેન સિરોહિયા ચૂંટાઈ આવતા સુરેશભાઈ એ ફરી આ કામ હાથ પર લીધું હતું. નાનામોટા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરી આપનાર કાઉન્સિલરે પાલિકામાં પેવર બ્લોકનું કામ મંજુર કરવી કામ ચાલુ કરવી અને સતત તેના પર ધ્યાન રાખી કામ પૂર્ણ કરાવેલ. મારુતિ પ્લોટના રહીશોની વર્ષો જૂની માંગણી સંતોષાતા રહીશો એ ખુશ થઈ ગરબી ચોકમાં જ કાઉન્સિલર જસવંતીબેન ના પતિ સુરેશભાઈ સિરોહિયા નું ફુલહાર કરી સન્માન કર્યું હતું.