મોરબી ના રાજવી પરિવાર દ્વારા મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જુલતા પુલ માં થયેલ દુર્ઘટના માં દિવંગતો ની આત્માની શાંતિ અર્થે મોરબી ના દરબારગઢ ખાતે “શાંતિ યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સાંજે મોરબી ના દરબારગઢ ખાતે પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ તમામ દિવાંગતોની આત્માની શાંતિ ઉપરાંત તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે શાંતિ યજ્ઞ યોજાશે. ઉપરાંત રાજપરિવાર દ્વારા પુલ દુર્ઘટનામાં દિવંગત થયેલ સદગતના પરિવારને ૧-૧ લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. ઉપરાંત સાંત્વના પાઠવતા કહ્યું હતું કે “મોરબીવાસીઓ અમારા છે અને અમે મોરબીના તો કોઈ પણ જરૂર જણાય તો અચૂક કહેશો.” ઉપરાંત આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું.