મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2024″નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે.
રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા રઘુવંશી ફેલીમી માટે જ રોયલ રાસોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂનમની રઢિયાળી રાતે દાંડિયા સાથે ડિનર નું એક દિવસીય તા. 16/10/2024, બુધવારના રોજ રાસોત્સવનું મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવશે.જે કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં વર્સેટાઈલ સિંગર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીત નાં co – Singer દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તેમજ ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે અને રાત્રિનાં 9-15 થી ગરબાની રમઝટ શરૂ થશે. તે ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે. તેમજ કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ 1. શ્રીજી કીડ્સ- શીવ- શક્તિ આર્કેડ, HDFC બેંક પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ, 2. સેલ્લ્યુલર વર્લ્ડ,ઓમશાંતી કોમ્પલેક્ષ, બીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ 3. પુજારા ટેલિકોમ – સરદાર બાગ પાસે, શનાળા રોડ, 4. ભોજાણી સ્ટોર – પરા બજાર, મોરબી, 5. જય જલારામ ટ્રેડિંગ કું.- શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક ખાતેથી મેળવવાના રહેશે તેમ રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.