અયોધ્યામાં શ્રી રામ મંદિર ખાતે યોજાયેલા પ્રાણ પ્રાતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર મોરબીનાં આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા ગઈકાલે મોરબી પરત ફરતા તેમનું સરકારી કર્મચારી સોસાયટીના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગત તા. ૨૨/૧/૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર તથા શ્રી રામલલ્લાની પુન: પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમા મોરબી જીલ્લામાંથી મોરબીની નવા બસસ્ટેશન સામે આવેલ સરકારી કર્મચારી સોસાયટીના કારોબારી સભ્ય તથા આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા સહીત દંપતિને આમંત્રણ મળતાં તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા ગયા હતા. જ્યાંથી તેઓ મોરબી પરત આવી ગયા બાદ ગઈકાલે તા. ૨૫/૧/૨૦૨૪ ના રોજ સરકારી કર્મચારી સોસાયટીના તમામ સભ્યો દ્વારા સપરિવાર હાજર રહી સોસાયટીના સભ્યો વતી પ્રમુખ રોહિતભાઈ કંઝારીયા તથા મંત્રી પ્રધ્યુમનસિંહ ઝાલાએ શાલ ઓઢાડી તેમજ હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ ડો. ભાડેસિયા સાહેબે ભૂતકાળમા શ્રી રામ મંદિરના મોગલ બાદશાહ બાબરે કરેલ ધ્વંસથી લઈ તાજેતરમાં જે પુન: પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યાં સુધી બનેલ તમામ હકિકતો જણાવી હતી. તેમજ આજ થી ૩૧ વર્ષ પહેલાં બાબરી મસ્જીદના ઢાંચાના ધ્વંસ વખતે થયેલી કાર સેવામાં તેમણે કાર સેવક તરિકે ભાગ લીધેલ તે વખતની ઘટનાઓને પણ વર્ણવી હતી. તેમજ હાલ થયેલ પુન: પ્રતિષ્ઠાના કાર્યક્રમનુ પણ રસપ્રદ વર્ણન કર્યું હતું.