સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તારીખ ૧૬ નવેમ્બર સુધીમાં જીલ્લામાં માર્ગ સલામતીને ધ્યાને રાખી મોટર વાહન અધિનિયમ 1988ની જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા વાહનો સામે ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે કામગીરી દરમિયાન 649 વાહનોને ચલણ ઈશ્યુ કરી 61.28 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવેમ્બર 2024 ની 16 તારીખ સુધીમાં જિલ્લામાં માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વાહન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઇઓનો ભંગ કરતા હોય તેવા 649 વાહનોને ચલણ ઇસ્યુ કરી 61.28 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં ઓવરલોડના 150 કેસમાં 29.82 લાખ રૂપિયા, ઓવરડાયમેનશનના 55 કેસમાં 2.46 લાખ રૂપિયા, ફિટનેશ વિનાના 13 વાહનોમાં 0.65 લાખ, પરમિટ વિનાના 43 વાહનોમાં 0.43 લાખ, ડ્રાયવિંગ લાયસન્સ વિનાના 100 વાહનોમાં 3 લાખ, પિયુસી વગરના 65 વાહનોમાં 0.32 લાખ, મોટર વાહન ટેક્ષ વગરના 16 વાહનોમાં 5.15 લાખ, એલ.ઈ.ડી. લાઈટ લગાવેલ હોય તેવા 181 વાહનોમાં 10.86 લાખ, રોડ સેફ્ટીના ગુન્હામાં 201 વાહનોમાં 2.01 લાખ તેમજ અન્ય 29 કેસોમાં 6.59 લાખ સહિત કુલ 61.28 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.