મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હીલર માટે GJ36 AR સીરીઝની ટેન્ડર પ્રક્રીયા તા. ૧૧/૦૪/૨૦૨૫ થી શરુ કરવામાં આવશે. તા. ૧૧/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ વાગ્યાથી તા. ૨૫/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ વાગ્યા સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. જેના માટે સરકાર દ્વારા માન્ય પસંદગીના ના નંબર માટે રૂ. ૮,૦૦૦, ગોલ્ડન નંબર માટે ૪૦,૦૦૦ તેમજ સિલ્વર નંબર માટે રૂ. ૧૫,૦૦૦ રૂપિયા ઓછામાં ઓછાં ભરવાના રહેશે. ગેમ આરટીઓ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…
મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હીલર માટે GJ36 AR સીરીઝની ટેન્ડર પ્રક્રીયા તા. ૧૧/૦૪/૨૦૨૫ થી શરુ કરવામાં આવશે. તા. ૧૧/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ વાગ્યાથી તા. ૨૫/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ વાગ્યા સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા. ૨૫/૦૪ થી તા. ૨૭/૦૪ ૦૪:૦૦ વાગ્યા સુધી બીડીંગ પ્રોસેસ કરવામાં આવશે. અને તા. ૨૭/૦૪ ના રોજ ૦૪:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ પસંદગીના નંબર માટે રૂ. ૮,૦૦૦, ગોલ્ડન નંબર માટે ૪૦,૦૦૦ તેમજ સિલ્વર નંબર માટે રૂ. ૧૫,૦૦૦ રૂપિયા ઓછામાં ઓછાં ભરવાના રહેશે. તેમજ આરટીઓ દ્વારા અનેક ગાઈડ લાઈન જાહેર કરાઇ છે જેમ કે GJ36 AR સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે, પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૧/૦૪ થી ૦૪:૦૦ વાગ્યાથી તા. ૨૫/૦૪ ૦૪:૦૦ P.M સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ તા. ૨૫/૦૪ ૦૪:૦૦ થી ૨૭/૦૪ ના ૦૪:૦૦ વાગ્યા સુધી બીડીંગ પ્રોસેસ અને તા. ૨૭/૦૪/૨૦૨૫ ના રોજ ૦૫:૦૦ વાગ્યે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ-ઓક્શન નું પરિણામ જાહેર કરાશે. જે પરિવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ માટે રૂબરૂ સમ્પર્ક સાધવો નહી, વાહન માલિકો સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝરઆઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. ત્યાર બાદ સુંદર વેબ સાઈટ પર લોગીન કરી ને વાહન ખરીદી ના ૭ (સાત) દિવસ ની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે, ઓક્શનની પ્રક્રીયા દરમ્યાન વાહન સોફ્ટવેરમાં તથા અન્ય કોઈ ટેક્નિકલ અનિયમિતતા ઉભી થશે તો તેનું યાંત્રિક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે., ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-પ માં ઈ-પેમેંટ દ્વારા ભરણ્ કરવાનું રહેશે. જેમા નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે., સફળ અરજદારોએ દિન-૫ માં રજીસ્ટ્રેશન ફોર્મ કચેરી ખાતે જમાં કરવાનું રહેશે., વાહન માલિક પોતાની બીડ સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાકમાં વધારી શકશે. તેમ પણ જાહેર કરવામાં આવ્યું છે.