મોરબીનો આરટીઓ કચેરી નજીકનો પુલ બિસ્માર હાલતમાં હોય જેના રીપેરીંગ માટેની કામગીરી શરુ કરવામાં આવતા આજથી પુલ પાંચ દિવસ સુધી બંધ રહેશે
મોરબીના આરટીઓ નજીક મચ્છુ પુલ આવેલ હોય જેમાં ચાલુ ચોમાસા દરમિયાન પુલની સપાટી પર વેરીંગકોટમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હોય જે બ્રીજ પર અતિ ભારે ટ્રાફિક રહેતો હોવાથી રીપેરીંગ બાદ પણ ખાડાઓ પડી જતા હોય જેથી પુલના રીપેરીંગ માટે તા. ૨૪ થી તા. ૨૮ સુધી પરિવહન પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદને પગલે કામકાજ ૨૪ તારીખથી શરુ થઇ શક્યું ના હતું અને આજે તા. ૨૬ થી રીપેરીંગ કામ શરુ કરાયું છે જેથી હવેથી પાંચ દિવસ અહીંથી પરિવહન કરી શકાશે નહિ