મોરબી આરટીઓ દ્વારા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર એપીએમસી માર્કેટ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને જે વાહનો પર રિફ્લેક્ટર ન હોય તે વાહનો પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.
મોરબી સ્થિત આરટીઓ ઓફિસ દ્વારા રોડ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. જેના ભાગરૂપે વાંકાનેર ખાતે આવેલ એપીએમસી માર્કેટ ખાતે ૨૫ મી એપ્રિલના રોજ અવેરનેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી આરટીઓ ટીમ દ્વારા APMC વાંકાનેર ખાતે આવનાર માધ્યમ અને ભારે માલ વાહનોને રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતીના ઉપકરણો લગાવી આપવાની કામગીરી કરાઈ હતી. તેમજ વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.