હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘માર્ગ સુરક્ષા માસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને હાઇવે ઉપર સર્જાતા અકસ્માતો અટકે અને વાહન ચલાવતા વાહન ચાલકોમાં અવરનેસ આવે, અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય, તે પ્રકારના આશ્રય સાથે મોરબી જિલ્લામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરબી RTO દ્વારા એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો હતો.
RTO મોરબી દ્વારા ગઈકાલે તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.









