Saturday, January 4, 2025
HomeGujaratરક્ષાબંધન સ્પેશ્યલ : મોરબી સબજેલના કેદીઓને બહેન રાખડી બાંધી શકશે : જેલ...

રક્ષાબંધન સ્પેશ્યલ : મોરબી સબજેલના કેદીઓને બહેન રાખડી બાંધી શકશે : જેલ તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઇન હેઠળ ઉજવણી કરાશે

- Advertisement -
- Advertisement -

મોરબી સબજેલના કેદીઓને બહેન રાખડી બાંધી શકશે : રક્ષાબંધન તહેવારની ઉજવણી ભાવ પૂર્ણ થાય એ માટે જેલ તંત્રનો નિર્ણય

મોરબી સહિત તમામ જગ્યાએ આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે મોરબી સહિત રાજ્યભરના જેલમાં બંધ તમામ કામના કેદીઓને તેની બહેનો રાખડી બાંધી રક્ષાસૂત્ર આપી શકે એ માટે ગુજરાત જેલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેના નિર્ણયના આધારે મોરબી સબ જેલના જેલર એલ.વી.પરમાર દ્વારા આવતીકાલે હિન્દૂ ધર્મના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન હોય જે નિમિતે બંદીવાન ભાઈઓને તેના બહેનો દ્વારા રાખડી બાંધવા માટે હાલના પ્રવર્તમાન કોરોનાની ગાઈડ લાઇન મુજબ રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરવા માટે સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન મોરબી સબજેલ ખાતે કરવામાં કરેલ છે જેથી બંદીવાન ભાઈઓને તેની બહેનો રાખડી બાંધી શકશે બહેનોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવું તેમજ કોરોના ટેસ્ટ કરાવી સાથે રાખી મુલાકાત કરવા જેલ પ્રશાસન દ્વારા સૂચના આપેલ છે.ઉલ્લેખનીય છે કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર થી નાના મોટા કોઈ બાકાત નથી રહેતા ત્યારે જેલ તંત્રનો આ નિર્ણય ભાઈ બહેન ના પવિત્ર બંધન જાળવી રાખવા આ નિર્ણય કરવામાં આવ્યો છે.જેથી વધુ ને વધુ કેદીઓની બહેનો આ તહેવાર ઉજવે એ માટે સબજેલના અધિક્ષક એલ વી પરમારે અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!