મોરબી:ઓમ નગર (ખારચીયા) નિવાસી રમેશભાઈ કાનજીભાઈ બોપલિયાનના પુત્ર સાહિલ (ઉવ 18) નું ગત તારીખ 12 એપ્રિલના આમરણ નજીક બાઇક ગાડી પાછળ અથડાઈ જતા અકસ્માતે મોત નીપજ્યું હતું.બનાવ અંગે પરીવારને જાણ થતાં લાડકવાયા સાહિલના અવસાનથી બોપલિયા પરીવાર ઉપર આભ ફાટયું હોય માતા ગિતાબેન અને પિતા રમેશભાઈ દાદા કાનજીભાઈ કાકા બીપીનભાઈ એ પુત્રની આખ કાયમ દ્રશ્યમાન રહે માટે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને મોરબી સિવિલ હોસ્પિટલમાં આખનુ દાનનું સફળ ઓપરેશન બાદ સાહિલની આંખ જીવંત રહી હતી.
સદગત સાહિલનુ બેસણુ આવતી કાલે તારીખ ૧૪/૪/૨૦૨૫ ના રોજ સવારે 8 થી બપોરે 11 સુધી એમના નિવાસ સ્થાન ઓમનગર નવા ખારચિયા શેરસીયા પરિવારની વાડી ખાતે રાખેલ છે.મોબાઈલ નંબર: 9904601889 / 9714090827