માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામના તલાટી કમ મંત્રી દ્વારા સરકારની યોજના હેઠળ ફાળવવામાં આવેલ પ્લોટનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી રોજકામ કરી આપવામાં બદલામાં ૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જે અંગે રાજકોટ ગ્રામ્ય એન્ટી કરપશન બ્યુરો માં ફરિયાદ કરતા છટકું ગોઠવી લાંચ લેતાં પકડી પાડવામાં આવ્યો હતો જે તલાટી કમ મંત્રીને મોરબી સ્પેશ્યલ જજ (એસીબી) અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર,માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામ ખાતે રહેતા ભૂરાલાલ મુન્શી દ્વારા રાજકોટ ગ્રામ્ય એસીબી માં તા. ૩૦/૦૧/૨૦૧૨ના રોજ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે પોતાને સરકારની યોજના 3 હેઠળ પછાત વર્ગને ફાળવવામાં આવતો સરકારી પ્લોટ માળીયા મીંયાણા તાલુકાના મોટીબરાર ગામે મંજુર થયો હતો. જે મંજુર થયેલ પ્લોટનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાવી તેમજ તેનુ રોજકામ કરી કબજો સુપ્રત કરવાની અવેજ પેટે આરોપી તલાટી કમ મંત્રી આણંદાભાઈ શિવાભાઈ ફેફર રૂ.૫૦૦૦ – / ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂ.૧૦૦૦ -/ તા. ૨૭/૦૧/૨૦૧૨ ના રોજ તાલુકા પંચાયત કચેરી માળીયા મીયાણા ખાતે આપ્યા હતા. જ્યારે બાકીના રૂ.૪૦૦૦-/ તા.૩૧/૦૧/૧૨ ના આપવા વાયદો કરવામાં આવ્યો હતો, જે અંગે ફરીયાદ રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. સમક્ષ તા.૩૦/૦૧/૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી જે ફરીયાદને આધારે તા. ૩૧/૦૧/૧૨ના રોજ બે સરકારી પંચો રૂબરૂ લાંચનું છટકું ગોઠવતા આરોપીએ માળીયા મીયાણા તાલુકા પંચાયતની કચેરી સામે, રોડ ઉપર પંચ-૧ની હાજરીમાં વાતચીત કરી રૂ ૪૦૦૦ -/ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી સ્વીકારી હતી જે પકડાઈ જતા તલાટી કમ મંત્રી તરીકે પોતાના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હો આચાર્યો હતો જેને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ મોરબીની સ્પેશ્યલ જજ (એ. સી. બી.) અને સેશન્સ જજ મોરબીમાં ચાલતા સરકારી વકીલ તરીકે વિજય કુમાર જાની રોકાયા હતા. જે કેસમાં ૧૨ મૌખિક અને ૪૪ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યારે બચાવ પક્ષે ૩ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં. જે કેસમાં આરોપી આણંદાભાઈ શિવાભાઈ ફેફરને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ મૂજ ગુન્હેગાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને ન ભરે તો વધુ ૧ માસની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ભ્રષ્ટાચાર નિવારણ
અધિનિયમની કલમ ૧૩ (૨) સાથે ૧૩ (૧) (4) મુજબના ગુન્હામાં પ વર્ષની સખ્ત કેદની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.