Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી:સનાતની હિન્દૂ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા આગામી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા...

મોરબી:સનાતની હિન્દૂ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા આગામી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે

જલારામ મંદિર ખાતે મળેલ બેઠકમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીની વિશેષ ચર્ચા અને આયોજન કરાયું

- Advertisement -
- Advertisement -

મોરબી:સર્વે સનાતની હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા ગઈકાલ તા.૧૩ ઓગસ્ટની રાત્રીએ અયોધ્યાપુરી મેઇન રોડ જલારામ મંદિરે આગામી જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવના આયોજનના ભાગરૂપે સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી શહેરમાં શોભાયાત્રા દરમિયાન કેવું આયોજન કરવું તેના વિષયમાં ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે દર સાલની જેમ આ સાલ પણ કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. મોરબીના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ થશે. હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે અને સર્વે સનાતન હિન્દુ સંગઠનો અને સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવશે અને આ શોભાયાત્રા માટે મોરબીમાં સર્વે સનાતનની હિન્દુ સંગઠનો તથા હિન્દુ સમાજને એક સાથે શોભાયાત્રામાં સહભાગી થાય અને બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાય એવા હેતુથી વિવિધ સંગઠનોના કાર્યકરો ઘરે ઘરે જઈને હિન્દુ સમાજને આ શોભાયાત્રામાં જોડાવા આહવાન કરશે અને એ હેતુથી આ જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે

આગામી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રામાં વિવિધ સંગઠનો દ્વારા એક-એક હિન્દૂ સનાતન સંસ્કૃતિ મુજબ ફ્લોટસ બનાવવામાં આવશે અને સર્વે હિન્દુ સનાતન સમાજ એક થઈને શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવા પોતાનો અથાગ પરિશ્રમ લગાવશે તેવા આશાવાદ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે.

સર્વે સનાતન હિન્દુ સમાજ અને સર્વે સનાતન હિન્દુ સંગઠનો દ્વારા આગામી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે યોજવામાં આવેલી આ શોભાયાત્રા મોરબીના જડેશ્વર મંદિરેથી પ્રસ્થાન થશે અને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે આ શોભાયાત્રાના સહભાગી સંગઠનોમાં હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદ દિલ્હી ગૌરક્ષક, જય મહાકાલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય પરિષદ બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, એકતા એ જ લક્ષ સંગઠન, અર્જુનસેના, શિવસેના, શિવશક્તિ સેવા સંગઠન, એસ એસ ગ્રુપ, શ્યામ મિત્ર મંડળ, જય દ્વારકાધીશ ગ્રુપ, માઁ ગ્રુપ, દલવાડી કનૈયા ગ્રુપ, ગૌસેવા માનવ ધર્મ ગ્રુપ, જય બજરંગ વીએમ શાળા ગ્રુપ, સ્વસ્તિક ગ્રુપ, શ્રીબાલાજી મિત્ર મંડળ ગ્રુપ, કેસરીનંદન ગ્રુપ, જય વેલનાથ ગ્રુપ, ઠાકોર સેના મોરબી તથા કાલિકા પ્લોટ મિત્ર મંડળ જેવા સંગઠનો આ આયોજનમાં જોડાયા છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!