ગુજરાતની બેડમિન્ટન સ્પર્ધામાં ૧૫૯ ખેલાડીઓમાંથી ટોપ પર રહી મોરબીનું ગૌરવ વધાર્યું.
મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થી કાવ્યા મારવણીયાએ રાજ્ય કક્ષાની ખેલમહાકુંભ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ સતત ૭ મેચ જીતતાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તેના આ વિજયથી મોરબી જીલ્લાનું નામ ઉજળું થયું છે.
મોરબીની પ્રતિષ્ઠિત શાળા સાર્થક વિદ્યામંદિરની કક્ષામાં અભ્યાસ કરતી કાવ્યા મારવણીયાએ હાલમાં યોજાયેલી ખેલમહાકુંભ ૨૦૨૫ની રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ગુજરાતના કુલ ૧૫૯ ખેલાડીઓ સાથે પાયા સુધી સ્પર્ધા કરી અનન્ય સિદ્ધિ મેળવી છે. બે દિવસ સુધી ચાલી રહેલી કઠિન સ્પર્ધામાં કાવ્યાએ સતત ૭ મેચો જીતતાં પોતાનું નેત્રૃત્વ સાબિત કર્યું અને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેની આ સિદ્ધિએ માત્ર શાળા માટે નહીં પરંતુ આખા મોરબી જીલ્લાને પણ ગર્વ અપાવ્યો હતો. શાળાના કોચ રાજદીપસિંહનું માર્ગદર્શન અને કાવ્યાના માતા પિતાની મહેનત માટે સંચાલક કિશોરભાઈ શુકલએ અભિનંદન પાઠવ્યા હતા.