જીલ્લા કક્ષાએ 8 કૃતિઓ વિજેતા, પ્રદેશ કક્ષાએ કરશે પ્રદર્શન
સાર્થક વિદ્યામંદિરના પ્રતિભાશાળી વિધાર્થીઓએ કલા મહાકુંભ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પોતાની છબી ચમકાવી છે. 7 કૃતિઓ પ્રથમ અને 1 કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા બનીને હવે પ્રદેશ કક્ષાએ પ્રદર્શન કરશે.
મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર ગુરુજનોની અથાગ મહેનતે રંગ લાવ્યો છે, જેમાં જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ 7 કૃતિઓ જીલ્લા કક્ષાએ પ્રથમ અને 1 કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા બની હતી, જેમાં ગરબા સ્પર્ધા (15-20 વર્ષ): પ્રથમ, લોકનૃત્ય સ્પર્ધા (15-20 વર્ષ): પ્રથમ, સ્કૂલ બેન્ડ સ્પર્ધા (6-14 વર્ષ): પ્રથમ, રાસ સ્પર્ધા (6-14 વર્ષ): પ્રથમ, સમૂહગીત સ્પર્ધા (15-20 વર્ષ): પ્રથમ, દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધા (6-14 વર્ષ): પ્રથમ, સુગમસંગીત સ્પર્ધા (6-14 વર્ષ): પ્રથમ તથા લોકનૃત્ય સ્પર્ધા (6-14 વર્ષ): દ્વિતીય આવ્યા હતા, આ સાથે આગામી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાની કલા અને પ્રતિભાના કામણ પાથરશે.